મોરબીમાં દરગાહનું ડિમોલિશન: પોલીસ સ્ટેશન પર પથ્થરમારો તોડફોડ
ત્રણ જિલ્લાના 7 ડીવાયએસપી અને 750 પોલીસ જવાનોના ચુસ્ત બંદોબસ્ત, ડિમોલિશન બાદ શહેરના ચોક્કસ વિસ્તારોમાં પોલીસનું પેટ્રોલીંગ
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહના દબાણ પર આજે તંત્ર દ્વારા આજે ઓચિંતું ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અઢી કલાક જેટલા સમયમાં આ દરગાહ તોડી પાડવામાં આવી છે. બીજી તરફ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે મોરબી શહેરના અલગ અલગ વિસ્તારમાં પણ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના મણીમંદિરના પરિસરમાં આવેલી એક દરગાહનું આજે ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ડીમોલેશન આશરે 2:30 વાગ્યાના અરસામાં શરૂૂ કરવામાં આવ્યુ હતું. તેની અડધી કલાક પહેલા જ બેઠો પુલ બંધ ક2ી દેવામાં આવ્યો હતો. વધુમાં આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. 50 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ 1000 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને એટલે મણીમંદિર ઉપરાંત શહેરના બીજા અનેક વિસ્તારોમાં પણ પોલીસના ધાડે ધાડા ઉતારવામાં આવ્યા હતા. 10થી વધુ જેસીબી, 2 હિટાચી અને 10થી વધુ ડમ્પરની મદદથી માત્ર અઢી કલાક જેટલા સમયમાં દરગાહ હટાવી દેવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે મોરબીમાં આવેલ હેરિટેજ મણી મંદિરનાં પરિસરમાં દરગાહના બાંધકામ મામલે વર્ષ 2022 માં મોરબી સિટી એ ડિવિઝન પોલીસ મથકમાં લેન્ડ ગ્રેબિંગ અંતર્ગત ગુનો નોંધાયો હતો. આ મામલે અગાઉ હાઈકોર્ટ દ્વારા સ્ટે મૂકવામાં આવ્યો હતો. જો કે બાદમાં સ્ટે હટાવી પણ દેવામાં આવ્યો હતો.
મોરબી મા આજે મણીમંદિર પાસે આવેલા વર્ષો જુની દરગાહ નુ ગેરકાયદેસર દબાણ અટાવા ની કામગીરી .મોરબી માર્ગ મકાન વિભાગ ((સ્ટેટ) દ્વારા પોલીસ ના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મોરબી જીલ્લા પોલીસ વડા જઙ મુકેશ પટેલ ની સતત દેખરેખ હેઠડ કરવામા આવી હતી ડિમોલીશન પહેલા જ સાવચેતી સાવચેતી ને સલામતી ભાગરુપે બહાર ગામો થી પણ પોલીસ કાફલો બોલાવી લેવાયો હતો આ ડિમોલીશન સંપૃણ ખાનગી રાખવામા આવ્યુ હતુ આ દરગાહ ના ડિમોલીશન અંગે છગઇ ના કોઈ અધિકારી કે મોરબી જીલ્લા વહિવટી તંત્રના કોઈ જવાબદાર અધિકારી કે પોલીસ અધિકારીઓ એ પ્રતિક્રિયા આપવા ઈનકાર કરીયો હતો સંપૃણ ડિમોલીશન ઉપર ના ઓર્ડર ના લીધે થયાનુ જણાવ્યુ હતું.
મણીમંદિરના પરિસરમાં આવેલ દરગાહનું દબાણ હટાવવામાં આવ્યું છે. આ ડીમોલેશનના બંદોબસ્ત માટે રાજકોટ અને જામનગરથી પણ પોલીસ બોલાવાય હતી. 50 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ 1000 જેટલા પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા વિવિધ વિસ્તારોમાં પેટ્રોલિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.વધુમાં સોશિયલ મીડિયામાં તથા અન્ય જગ્યાએ ફેલાતી અફવાઓ ઉપર ધ્યાન ન આપવા જાહેર અપીલ કરવામાં આવી છે. આ ઉપરાંત લોકોને સોશિયલ મીડિયાના કોઈ પણ પ્લેટફોર્મ પર શાંતિ ભંગ થાય તેવી આપત્તિજનક કે ઉશ્કેરણીજનક ટિપ્પણી ન કરવા અને ખોટી અફવા ન ફેલાવવા પણ અપીલ કરવામાં આવી છે.
શહેરની બજારો જડબેસલાક બંધ
મોરબી મા દરગાહ અટાવા ની ડિમોલીશન કામગીરી સમાચારો સોશિયલ મીડીયામા વાયરલ થવાના પગલે કોઈ અનિછીચીય બનાવ ન બને સાવચેતીને સલામતી ધ્યાને લઇ વેપારીઓએ સાંજે 7 વાગ્યા મા દુકાનો વધાવી લેતા બજારો જડબેસલાખ બંધ થઈ ગઈ હતી જેમા નહેરૂૂ ગેઈટ ચોક .સોની બજાર. પરાબજાર. સરદાર રોડ .નવાડેલા રોડ. જુના બસ સ્ટેશન વિસ્તાર .જેઈલ રોડ. ગાંઘીચોક ગેસ્ટ હાઉસ રોડ .શકિત ચોક સહીત બજારો બંધ થઈ ગઈ હતી શહેર ના મુખ્ય ચોક ને મેઈન બજારો મા પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાઈ ગયો હતો
મુસ્લિમ સમાજના લોકોને સમજાવી દૂર કર્યા
મોરબીમાં ચુસ્ત પોલીસ બંદોબસ્તની વચ્ચે મણિમંદિર પાસે દરગાહના દબાણ હટાવવાની કામગીરી દરમિયાન મોરબી જેલ રોડ પર એ ડિવિડિઝન પોલીસ મથક પાસે મોટી સંખ્યામાં લોકો એકઠા થતા જતા. જોકે પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે એકઠા થેલા લોકોને સમજાવટથી દૂર કરી પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.