મોરબીના દલવાડી સર્કલ નજીક 20 જેટલા ઝૂંપડાનું ડિમોલિશન
મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી રસ્તો બનાવવાનો હોવાથી રસ્તામાં અડચણ રૂૂપ 20 જેટલા ઝુંપડાઓ હટાવી દબાણ દુર કરવામાં આવ્યા હતા અને 12 જેટલા પાકા દબાણો છે તેઓને નોટિસ ફટકારી હતી.
મોરબી નગરપાલિકામાથી મહાનગરપાલિકા બનાવા જઈ રહી છે ત્યારે મોરબી શહેરમાં પાલીકા દ્વારા રસ્તા પર અડચણ રૂૂપ દબાણ દુર કરવામાં આવી રહ્યા છે.
ત્યારે મોરબીના દલવાડી સર્કલથી પ્રધાનમંત્રી આવાસ યોજના સુધી રસ્તો બનાવવાનો હોવાથી રસ્તા પર ઝુપડા બનાવી રહેતા લોકોને પાલીકા દ્વારા જાણ કર્યા વગર જ 20 જેટલા કાચા ઝુંપડા પર બુલડોઝર ફેરવી ઝુંપડા પાડી દેવામાં આવ્યા હતા. ઝુંપડામાં રહેતા લોકોનો સામન દટાઈ ગયો હતો તથા ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હોવાનું લોકોએ જણાવ્યું હતું. તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના ગેટ પાસે 12 જેટલા પાકા દબાણો છે તેઓને નોટિસ આપીને બે-ત્રણ દિવસમાં દબાણો દૂર કરી દેવાનુ મોરબી નગરપાલિકાના એન્જિનિયરે જણાવ્યું છે.