ગીર સોમનાથના લાટી ગામે સરકારી જમીન પરની મસ્જિદનું ડિમોલિશન
ગીર સોમનાથ જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં અનધિકૃત દબાણ હટાવવાની ઝૂંબેશ અવિરત ચાલુ છે, ત્યારે લાટી ગામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતાં પ્રાથમિક શાળાની બાજુમાં મસ્જિદનું અનઅધિકૃત દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરતાં વહીવટી તંત્ર દ્વારા આશરે 455 ચો.મીટરનું અંદાજિત રૂૂ. 20 લાખની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર અવરોધરૂૂપ દબાણ, સરકારી ગૌચરની જમીનમાં દબાણો, અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ઝૂંબેશરૂૂપે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.અન્ય એક ડિમોલીશનમા સૂત્રાપાડા તાલુકાના સોલાજ ગામે વહીવટી તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરતા અંદાજે 40,468 ચો.મીટર જમીનમાં દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ગેરકાયદેસર દબાણ સામે કાર્યવાહી કરતા વહીવટી તંત્ર દ્વારા સોલાજ ગામે ગોચર સર્વે નંબર-183માં આશરે 40,468 ચો.મીટર જમીનમાં અંદાજે રૂૂ. 2 કરોડની કિંમતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, ગીર સોમનાથ જિલ્લામાં જિલ્લા કલેક્ટરશ્રીની સૂચના અનુસાર ટ્રાફિકને અવરોધરૂૂપ દબાણ, સરકારી ગૌચરની જમીનમાં દબાણો, અનધિકૃત દબાણો દૂર કરવાની કાર્યવાહી વહીવટી તંત્ર દ્વારા ઝૂંબેશ રૂૂપે આગામી દિવસોમાં પણ ચાલુ રહેશે.