For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

01:42 PM Jun 11, 2025 IST | Bhumika
ભાવનગરમાં ધાર્મિક સહિત 62 દબાણોનું ડિમોલિશન

ભાવનગર શહેરમાં ગૌરીશંકર તળાવથી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત મહાપાલિકાએ દબાણ દૂર કરવાનો બીજો રાઉન્ડ શરૂૂ કર્યો હતો, જેમાં ધાર્મિક સહિતા 6ર ગેરકાયદે પાકા બાંધકામ હટાવવામાં આવ્યા હતાં. મહાપાલિકાએ દબાણકર્તાઓને આધાર-પુરાવા રજૂ કરવા ત્રણવાર નોટિસ આપી હતી પરંતુ સમયસર રજૂ ન થતાં આજે મનપાએ કાર્યવાહી કરી હતી.

Advertisement

ભાવનગર મહાનગરપાલિકાનાં ટાઉન ડેવલપમેન્ટ વિભાગ, યોજના વિભાગ તથા એસ્ટેટ વિભાગ દ્વારા ગૌરીશંકર તળાવ (બોરતળાવ)થી દરિયાઈ ક્રીક સુધીના ગઢેચી શુદ્ધિકરણ પ્રોજેક્ટ અંતર્ગત બીજા તબક્કામાં દબાણ દૂર કરવામાં આવ્યા હતા, જેમાં સ્થાપનાથ મહાદેવ મંદિરથી ધોબીઘાટ નાળા સુધીના વિસ્તારમાં દૂર કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામ અંતર્ગત એક ધામક દબાણ સહિત કુલ 62 ગેરકાયદે પાકા બાંધકામો હટાવવામાં આવ્યા હતા. આ વેળઆએ મહાનગરપાલિકાનાં વિવિધ વિભાગો ઉપરાંત, ફાયર,પોલીસ તથા પી.જી.વી.સી.એલ.નો સ્ટાફને ખડેપગે રહ્યો હતો. આજે દિવસભર ચાલેલી કામગીરીના અંતે અંદાજે રૂૂા.13 કરોડની કિંમતની કુલ 8,900 ચોરસ મીટર જમીન ખુલ્લી કરવામાં આવી હતી.

ઉલ્લેખનિય છે કે, મહાપાલિકાએ જમીન માલિકી તથા બાંધકામની મંજૂરીના આધારો રજુ કરવા માટે દબાણકર્તાઓને જી.પી.એમ.સી. એક્ટની કલમ 477 અંતર્ગત ગત તા. 30 એપ્રિલ અને 2 મેનાં રોજ નોટિસ આપી હતી. અને તમામને પૂરાવા રજૂ કરવા તાકિદ કરી હતી. જો કે, સમયમર્યાદા પૂર્ણ કરવા છતાં આસામીઓ એ માન્ય રાખવાપાત્ર જવાબો રજૂ કર્યા ન હતાં. ત્યારબાદ ગત તા. 21 મેનાં રોજ તંત્રએ ફરી નોંટિસ આપી 15 દિવસની મહેતલ આપી હતી. જે સમયગાળો પૂર્ણ થતા દબાણ હટાવવમાં આવ્યા હતા તેમ મહાપાલિકાના સૂત્રોએ વિગત આપતાં જણાવ્યું હતું.

Advertisement

ભાવનગર મહાપાલિકાની ટીમે બોરતળાવ વિસ્તારમાં ગેરકાયદે દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેના પગલે સ્થળ પર લોકોના ટોળા ઉમટયાં હતાં. દબાણ હટાવવામાં આવતા દબાણકર્તાઓમાં રોષ જોવા મળ્યો હતો પરંતુ દબાણની કામગીરી દરમિયાન કોઈ વિરોધ કરવામાં આવ્યો ન હતો તેમ સુત્રોએ જણાવેલ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement