સોમનાથ ટ્રસ્ટ ગેસ્ટહાઉસની 35 જૂની દુકાનોનું ડિમોલિશન
જુનાગઢ રેન્જ ડી.આઇ.જી.પી. નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદિપસિંહ જાડેજા તથા નાયબ પોલીસ અધિક્ષક એમ.એફ. ચૌધરી I/C વેરાવળ, વિભાગ વેરાવળ નાઓએ જિલ્લામાં ચાલી રહેલ ડિમોલેશન કામગીરીમાં બંદોબસ્ત જાળવવા તેમજ કાયદો અને વ્યસ્થા જળવાઈ રહે તે સારું તકેદારી રાખવા સૂચના થઇ આવેલ હોય જે અન્વયે.
ગીર સોમનાથ જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજાની સૂચના મુજબ સોમનાથ ટ્રસ્ટ દ્વારા પોતાની માલીકીના તન્ના ગેસ્ટ હાઉસની જર્જરીત થયેલ કુલ 35 દુકાનો ડિમોલેશન કરવા ધારાધોરણો મુજબ બંદોબસ્ત માંગવામાં આવેલ હોય જે અન્વયે એમ.વી.પટેલ પોલીસ ઇન્સ્પેકટર પ્ર.પાટણ નાઓની રાહબરી નીચે પ્ર.પાટણ પો.સ્ટે. psi-1, HC/PC-8, GRD-8, TRB-6 સહિત ના બંદોબસ્ત સાથે ટ્રસ્ટની પોતાની માલિકીની જર્જરતી થયેલ તન્ના ગેસ્ટ હાઉસની કુલ-35 દુકાનો આશરે 10,000 ચોરસ ફુટ જગ્યાનું ડિમોલેશન કરી કાટમાળ દૂર કરવામાં આવેલ છે તેમજ સદર જગ્યા ડિમોલેશન દરમ્યાન કાયદો અને વ્યવસ્થા જળવાય રહે તે રીતે કામગીરી કરવામાં આવેલ છે.