જામનગરમાં 331 મિલકતોનું ડિમોલિશન, ભારે વિરોધ-ઘર્ષણ
પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે 3.5 કિ.મી લાંબો ડી.પી.રોડ ખૂલ્લો કરાવવા ઓપરેશન
સ્થાનિકોએ વિરોધ કરતા પોલીસ સાથે ઝપાઝપી, લોકોના ટોળા ઉમટી પડતા વાતાવરણ તંગ, અમૂક બેભાન
અધિકારીઓ-બૂલડોઝરોનો વિશાળ કાફલો, મેડિકલ ટીમો તૈનાત, મહિલા કોર્પોરેટર સહિતનાની અટકાયત
જામનગર મહાનગરપાલિકા દ્વારા આજે સ્વામિનારાયણ નગર થી ગાંધીનગર સુધીના માર્ગે 12 મીટર રસ્તો પહોળો કરવા માટેની ડીપી કપાતની કામગીરીનો સ્થાનિકોના ભારે વિરોધ અને ઘર્ષણ વચ્ચે પ્રારંભ કરાયો હતો, અને મક્કમતા દાખવીને ઉગ્ર વિરોધની વચ્ચે ડિમોલેશન કામ શરૂૂ કરી દેવાયું છે.
કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિતના નાગરિકો સાથે પ્રારંભમાં ભારે ઘર્ષણ થયા બાદ પોલીસ દ્વારા કોંગી કોર્પોરેટર સહિત પાંચ નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને 331 જેટલી મિલકતો ના દબાણકારોને નોટિસ આપી દીધા બાદ આજે ડીમોલેશન કરી હાથ ધરી લેવામાં આવ્યું છે. જેમાં 150 થી વધુ કર્મચારીઓ કામે લાગ્યા છે. ઉપરાંત 100 થી વધુ પોલીસ કર્મચારીઓ નો મહિલા પોલીસ સહિતનો સજ્જડ બંદોબસ્ત ગોઠવાયો છે.
જામનગરના સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધી 3.5 કી.મી નો વિસ્તાર કે જેમાં 331 મિલકત ધારકો ને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આખરી નોટિસ પાઠવવામાં આવી હતી અને તેના ભાગરૂૂપે આજે મેગા ડીમોલેસન હાથ ધરવામાં આવ્યું છે. અને કુલ 4,52,854 4,51ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરવા માટે મહાનગરપાલિકા 150 થી વધુ કર્મચારીઓનો જુદી જુદી ટીમનો કાફલો જોડાયો હતો.
પ્રારંભમાં સ્થાનિક કોર્પોરેટર રચનાબેન નંદાણીયા તથા તેની સાથેના અન્ય રહેવાસીઓએ ભારે વિરોધ કર્યો હતો, અને આ મામલે હાઈકોર્ટ માં કેસ પેન્ડિંગ છે, ત્યાં સુધી રાહ જોવા માટે અપીલ કરી હતી. પરંતુ તંત્રએ મચક આપી ન હતી, અને ભારે દેકારો અને ઘર્ષણ થયું હતું. દરમિયાન પોલીસે કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સહિત પાંચ સ્થાનિક નાગરિકોની અટકાયત કરી લેવામાં આવી હતી, અને પોલીસ વેનમાં બેસાડી તમામને પોલીસ હેડક્વાર્ટરમાં લઈ જવાયા હતા, ત્યારબાદ ડિમોલેશન કાર્ય શરૂૂ કરી દેવામાં આવ્યું હયું. એક વ્યકિત બેભાન પણ થઇ ગયો હતો.
સમગ્ર કાર્યવાહીમાં 10 જેસીબી મશીન, 10 ટ્રેક્ટર, બે હિટાચી મશીન વગેરે નો ઉપયોગ કરીને ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે, ઉપરાંત ફાયર વિભાગની ચાર ટીમ, મેડિકલ વિભાગની બે ટીમ, લાઈટ શાખાની ચાર ટીમ, અને પીજીવીસીએલની પણ બે ટીમની મદદ લેવામાં આવી છે. અને સ્વામિનારાયણ નગર થી ડીમોલેશન કાર્ય શરૂૂ કરી દેવાયું હયું.
ઉપરાંત નવાગામ ઘેડ સહિત અલગ અલગ વિસ્તારોમાં પણ મહાનગરપાલિકાની ટીમ દ્વારા ગત શનિવારે માર્કિંગ કરી લેવાયું હતું, તે પ્રમાણે પાડતોડ શરૂૂ કરી દેવાઇ છે. આ સમગ્ર કાર્યવાહી સામે સ્થાનિક લોકોના ટોળેટોળા ઊમટેલાં જોવા મળ્યા હતા, અને ભારે તંગ વાતાવરણ હતું. જેની વચ્ચે આ મેગા ડીમોલેશન ચાલુ રખાયું છે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વામિનારાયણ નગર થી નવાગામ ઘેડ સુધીના માર્ગે 12 મીટર નો ડીપી રોડ બનાવવા માટે આજે મેગા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું હતું, અને પ્રારંભિક સંઘર્ષ બાદ મકમતાથી મહાનગર પાલિકાની ટીમ આગળ વધી હતી. જે સ્થળે રોડ માટે કપાતમાં આવતી હોય ત્યાં ડિમોલેશન કરવા માટે માર્કિંગ કરાયું હતું, તેના ઉપર હથોડો વિઝવામાં આવ્યો હતો. જેસીબી- હિટાચી જેવા મશીનોને લાઈન બંધ ગોઠવી દઈ સ્વામીનારાયણ નગર થી પ્રારંભ કરાયો હતો, અને રોડ પહોળો કરવા માટેની અડચણ રૂૂપ અનેક મિલકતો કે જે વધારાનો હિસ્સો હતો, તેને જમીન દોસ્ત કરી લેવામાં આવી હતી. અને હજુ આ કામગીરી અવિરત ચાલુ રાખવામાં આવી છે.