મવડી-મોટામવામાં 21 મકાન, ઝૂંપડાઓનું ડિમોલિશન
કોર્પોરેશન 108.37 કરોડની 11660 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી
કોંગ્રેસે પૂછેલા પ્રશ્ર્નનો રેલો આવતા જનરલ બોર્ડ પહેલા બુલડોઝરો ફર્યા
મહાનગરપાલિકા દ્વારા ચોમાસુ સત્રના બહાને છેલ્લા ઘણા સમયથી ગેરકાયદેસર દબાણો દૂર કરવાની કાર્યવાહી બંધ કરી હતી. પરંતુ આગામી જનરલ બોર્ડમાં કોંગ્રેસ દ્વારા ગેરકાયદેસર બાંધકામો અંગે પ્રશ્ર્ન પૂછાતા બોર્ડમાં વિપક્ષનો મોકો ન આપવો પડે તે માટે તંત્રએ આજે બુલડોઝર દોડાવી મવડી તથા મોટા મવામાં કાચા પાકા મકાનો અને ઝૂંપડા સહિતનો 21 બાંધકામોનુ ડિમોલીશન કરી રૂા.108.37 કરોડની 11660 ચો.મી. સરકારી જમીન ખુલ્લી કરાવી હતી.
મનપાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે ટી. પી. સ્કીમ નં.21-મવડી, અંતિમખંડ નં.8/1/એ (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ 4-ઝુંપડા દૂર કરી 2646.00 ચો.મી જમીન કિ. 95,000 તથા ટી. પી. સ્કીમ નં.21-મવડી, અંતિમખંડ નં.37એ (વાણીજ્ય), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ લાકડાનું સ્ટ્રક્ચર 1184.00 95,000/- ટી. પી. સ્કીમ નં.21-મવડી, અંતિમખંડ નં.35/સી (એસ.ઈ.ડબ્લ્યુ. એસ. એચ.), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ 2-કાચા પાકા મકાન 1356.00 80,000/- ટી. પી. સ્કીમ નં.21-મવડી, અંતિમ ખંડ નં.27/બી (સોશિયલ ઇન્ફ્રાસ્ટ્રકચર), આકાશદીપ સોસાયટી, મવડી, રાજકોટ 4-મકાન 462. 00 80,000/- ટી. પી. સ્કીમ નં.27-મવડી, અંતિમખંડ નં.67/એ, સવન સર્કલ, મવડી ગામતળની બાજુમાં, મવડી, રાજકોટ 4-ઝુંપડાઓ 3367.00 1,00,000/- ટી. પી. સ્કીમ નં.26-મવડી, અંતિમખંડ નં.61/એ, કસ્તુરી કાસા એપાર્ટમેન્ટ સામે, મવડી, રાજકોટ 4-ઝુંપડાઓ 2645.00 90,000 કિમતની જમીન ખુલ્લી કરાવી હતી.
આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખા-વેસ્ટ ઝોન, ટાઉન પ્લાનર, આસી. ટાઉન પ્લાનર તથા તમામ આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, હેડ સર્વેયર, સર્વેયર અને વર્ક આસિસ્ટન્ટ તેમજ અન્ય જુદી-જુદી શાખાઓ જેવી કે, જગ્યા રોકાણ શાખા, ફાયર વિભાગ, રોશની વિભાગ, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.