રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

વેસ્ટ ઝોનમાં ચાર સ્થળે 16 દુકાન, ઝૂંપડાનું ડિમોલિશન

04:30 PM Feb 28, 2024 IST | Bhumika
Advertisement

મહાનગરાપલિકાની માલીકીના રિઝર્વેશન પ્લોટ ઉપર થયેલા દબાણો હટાવવાની છેલ્લા બે માસથી ઝુંબેશ શરૂ કરવમાં આવી છે. જે અંતર્ગત આજરોજ રૈયા, મવડી અને મુંજકામાં અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલ મહાનગરપાલિકાના પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર 16 દુકાન,મકાન, ઝુપડા, કેબીન સહિતના દબાણો ઉપર બૂલ્ડોઝર ફેરવી રૂા. 97.82 કરોડની 13468 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી.

Advertisement

મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશાનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસરશ્રી એમ. ડી. સાગઠીયાના માર્ગદર્શન હેઠળ ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા આજ તા.28/02/ર0ર4 ના રોજ રાજકોટ મહાનગરપાલિકાને પ્રાપ્ત થયેલ અલગ-અલગ અનામત હેતુંના પ્લોટ પર થયેલ ગેરકાયદેસર દબાણ તથા અનઅધિકૃત બાંધકામ દુર કરવા ડિમોલીશનની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 13468.00 ચો.મી.ની અંદાજીત 97.82 કરોડ ની જમીન ખુલ્લી કરાવેલ છે. વોર્ડ નં. 9માં આવેલ જમીનનું ક્ષેત્રફળ (ચો.મી.) ભાવ પ્રતિ ચો.મી. ખુલ્લી કરાવેલ જમીનની અંદાજીત કિંમત (કરોડમાં) વોર્ડ નં. 1 વેસ્ટ 9 ટી.પી. સ્કીમ નં.4(રૈયા), અંતિમ ખંડ નં. 769 (શોપિંગ સેન્ટર), સવન સરફેશ સામે, રૈયા રોડ, રૈયા, રાજકોટ, વોર્ડ નં. 2 3-અસ્થાયી ઝુંપડા 4-કેબીન, ટી.પી. સ્કીમ નં.9(મોટામવા-મુંજકા), અંતિમ ખંડ નં.19/એ (શૈક્ષણિક હેતુ), ડેકોર આઈલેન્ડ સામે, કાલાવડ રોડ, મુંજકા, રાજકોટ વોર્ડ નં. એકના લાખ નાં બંગલા વાળો રોડ, રામાપીર ચોકડી, રૈયા, પર થયેલ વાણીજ્ય હેતુનું અનઅધિકૃત બાંધકામ. 3 પાકી દુકાન 4 વેસ્ટ વોર્ડ નં. 11 ટી.પી. સ્કીમ નં.26(મવડી), અંતિમ ખંડ નં. 4/એ (સેલ ફોર કોમર્શિયલ), સ્પીડવેલ પાર્ટી પ્લોટ સામે, મવડી, રાજકોટ આ ડીમોલીશનમાં ટાઉન પ્લાનીંગ શાખાનાં તમામ આસી. ટાઉન પ્લાનર, આસી. એન્જીનીયર, એડી. આસી. એન્જીનીયર, સર્વેયર, વર્ક આસિસ્ટન્ટ, જગ્યા રોકાણ શાખાનો સ્ટાફ તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સનો પોલીસ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ. મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા આજે વોર્ડ નં. 1, 9 અને 11માં શૈક્ષણિક હેતુ તથા શોપીંગ સેન્ટર અને કોમર્શીયલ હેતુના પ્લોટ ઉપર થયેલા 16થી વધુ નાના મોટા દબાણો દૂર કરી રૂા. 97.82 કરોડની 13,468 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ હતી. ઉપરોક્ત કામગીરી આસિ. ટાઉન પ્લાનર, આસિસ્ટન્ટ એન્જિનિયર, સર્વેયર, જગ્યારોકાણ વિભાગનો સ્ટાફ અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વિજિલન્સ તથા પોલીસના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

15 માર્ચ સુધી સતત થશે ડિમોલિશન
રાજકોટ શહેરના 18 વોર્ડમાં મહાનગરપાલીકાની માલીકીના અલગ અલગ હેતુ માટે ફાળવવામાં આવેલા 80થી વધુ પ્લોટ ઉપર દબાણો થઈ ગયાનું ખુલવા પામ્યું છે. જેનું લીસ્ટ તૈયાર કરાયેલ હોય હાલમાં નિરંતર ડિમોલીશનની કામગીરી ચાલી રહી છે.પરંતુ લોકસભાની ચૂંટણી જાહેર થાય અને આંચારસંહિતા લાગુ પડે તે પહેલા એટલે કે સંભવત તા. 15 માર્ચ સુધીમાં વધુમાં વધુ રિઝર્વેશન પ્લોટ પરના દબાણો દૂર કરવા માટે રોજે રોજ ડિમોલીશનની કામગીરી હાથ ધરાશે તેમ ટાઉન પ્લાનીંગ વિભાગમાંથી જાણવા મળેલ છે.

Tags :
Demolitiongujaratgujarat newsrajkotrajkot news
Advertisement
Next Article
Advertisement