ભાવનગરમાં મદરેસામા ખડકાયેલ હોસ્ટેલના 14 ફ્લેટનું ડિમોલિશન
ઘોઘારોડથી અધેવાડા સુધીના 24 મીટરના ટીપી રોડના દબાણો હટાવવા મનપા દ્વારા કાર્યવાહી, 1500 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઇ
ભાવનગર શહેરમાં ગઈકાલે રવિવારે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. શહેરના અકવાડા નજીક આવેલી દારૂૂલ ઉલુમ મદરેસાની જગ્યામાં આવતા દબાણો મનપાના દબાણ વિભાગ દ્વારા દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે મનપાના અધિકારીઓ, કર્મચારીઓ અને વિવિધ વિભાગોની ટીમોએ સ્થળ પર પહોંચીને કામગીરી હાથ ધરી હતી. અને 1500 ચોરસ મીટર જગ્યા ખુલ્લી કરાઈ હતી.
પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર શહેરના અકવાડા વિસ્તારમાં દારુલ ઉલમ મદરેસા આવેલી છે. જે મદરેસાની જગ્યામાં આવતા 6 ફ્લેટ, 1 હોસ્ટેલના 7થી 8 રૂૂમો, રહેણાંકના 6 ફ્લેટ પર મનપાનું જેસીબી ફેરવવામાં આવ્યું છે. જેમાં ઘોઘારોડ અકવાડા લેકથી અધેવાડા ગામ સુધીને 24 મીટર ટીપી રોડમાં આવતા માર્ગ પર કરાયેલા દબાણો દૂર કરાયા છે. 4 જેસીબી, 2 હિટાચી મશીન, 2 ડમ્પર આ દબાણ કામગીરીમાં જોડાયા હતા. 1500 ચોરસ મીટર જેટલું દબાણ દૂર કરવામાં આવ્યું છે. મનપા દ્વારા આજે રવિવારે વહેલી સવારથી દબાણ હટાવ કામગીરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત જેમાં LCB, SOG જિલ્લા પોલીસવડા, PGVCL, ફાયરની ટીમ અને મનપાની દબાણ શાખા સાથે કરવામાં આવી હતી.
આ અંગે મ્યુનિસિપલ કમિશનર આર.કે.મીનાએ જણાવ્યું હતું કે, ભાવનગરમાં અકવાડા વિસ્તાર છે ટીપી નંબર 23માં જે 24 મીટરનો રસ્તો છે તે અમુક વિસ્તારમાં વ્યવસ્થિત બનેલો છે, પણ મદરેસા ઈસ્લામિક ટ્રસ્ટ છે એની રેસિડેન્શિયલ બિલ્ડીંગ હોસ્ટેલ અથવા દિવાલનો અમુક ભાગ રસ્તામાં આવે છે. એને દૂર કરવા માટે અમે આજે સવારથી એમના તમામ પ્રતિનિધિને સમજાવીને એટલો ભાગ ખુલ્લો કરવાની કાર્યવાહી કરી છે. સમાજના પણ તમામ આગેવાનોને સમજાવીને અને તમામ કાયદો વ્યવસ્થા પરિસ્થિતિ જળવાઈ રહે એ પ્રમાણે આપણે તમામ વ્યવસ્થા સાથે કામગીરી કરી છે.જે 24 મીટરનો ટીપી રોડ મંજૂર થયો છે તે ખરેખર પહેલા 30 મીટરનો હતો પણ બિલ્ડીંગને વધારે નુકસાન ન થાય એટલા માટે સરકારે પણ એમાં રાહત આપીને 30 મીટરથી 24 મીટરનો કર્યો છે એમાં જેટલું પોસન દિવાલનું અથવા બિલ્ડીંગનું પોશન આવતું હોય આને દૂર કરવાની કામગીરી કરવામાં આવી છે.
કોઈપણ રીતનું કોઈ ધાર્મિક સ્ટ્રકચરને નુકસાન નથી પહોંચાડતા, અત્યારે માત્ર રેસિડેન્શિયલ બિલ્ડીંગનો થોડો ભાગ છે અને દીવાલનો છે એનું બાંધકામ દૂર કરવામાં આવ્યું છે.ભાવનગર જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડે જણાવ્યું હતું કે ભાવનગરમાં ઇખઈ તરફથી એક રોડના કામે અડચણરૂૂપે જે એક બાંધકામ હતું જે ધાર્મિક દબાણ હતું એમને દૂર કરવા માટે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એના માટે બંદોબસ્ત ફાળવવામાં આવ્યો હતો. 150થી વધુ પોલીસ કર્મચારીઓ અને લગભગ 15થી વધુ ઙઈં-ઙજઈંનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.