સોમનાથ મંદિર પાસે ખાલી કરાવાયેલ 120 દુકાનોનું શોપિંગ સેન્ટર પાડવાનું શરૂ
01:59 PM Dec 10, 2025 IST
|
Bhumika
Advertisement
સોમનાથ મંદિર પાસે યાત્રિકો ની સુવિધા અને સ્થાનિક રોજગારીના ભાગરૂૂપે અંદાજે 20 વર્ષ ઉપરાંત બનેલ શોપિંગ સેન્ટર કોમ્પ્લેક્સ મંદિરનો વિકાસ કરવા હટાવવું જરૂૂરી હોય તે કોમ્પ્લેક્સ માં ના 120 દુકાનદારોને મંદિર આસપાસ નવનિર્મિત બનેલ ”સ્વદેશી હાટ ”ની દુકાનોમાં સ્થળાંતર કરાવી આ કોમ્પ્લેક્સ ખાલી કરાવ્યું હતું જેનું જૂનું બિલ્ડીંગ આજે મજૂરોના કાફલા અને સોમનાથ સિક્યુરિટી સ્ટાફને સાથે રાખી પાડવાનું શરૂૂ કરાયું જાહેર સલામતી માટે અવર-જવરનો તે રસ્તો સલામતીના ભાગ માટે બંધ કરાયો હતો. સોમનાથ ટ્રસ્ટ ની ઓફિસ ની સામે આવેલ દુકાનો પાડીયા બાદ પાથરણા વાળા અને આ સોપીગ સેન્ટર ની 120 દુકાનો ને પાડવાની કામગીરી શરૂૂ કરવામાં આવેલ આ તમામ દુકાન દારો ને સ્વદેશી હાર્ટ મા દુકાનો આપવામાં આવેલ છે.
Advertisement
Next Article
Advertisement