પડવલા ગામે 11 ગેરકાયદેસર કારખાનાનું ડિમોલિશન
રાજકોટ જીલ્લા કલેકટર ઓમ પ્રકાશ આદેશથી અને શ્રી મહક જૈન,આસિસ્ટન્ટ કલેકટર સાહેબ, રાજકોટ શહેર-2, રાજકોટ ના માર્ગદર્શન હેઠળ મામલતદાર કોટડાસાંગાણી શ્રી ગુમાનસિંહ જાડેજા તથા પોલીસ ઇન્સ્પેકટરશ્રી આર.બી.રાણા, સર્કલ ઓફીસર શ્રી સંજયભાઈ રૈયાણી, રેવન્યુ તલાટી શ્રી એ.બી.બાવાળીયા તથા પોલીસ, P.G.V.C.L સ્ટાફ તથા 2 JCB દ્વારા કોટડાસાંગાણી તાલુકાના પડવલા ગામે આ સાથે યાદી મુજબના વ્યક્તિઓએ ઔદ્યોગિક તથા વાણિજ્ય હેતુસર ગેરકાયદેસર દબાણ કરેલ હોવાનું જણાતા. અત્રેથી કલમ-61 મુજબ કેસો ચલાવી, કલમ-202 મુજબ નોટિસો આપી દબાણ દૂર કરવા જાણ કરવામાં આવેલ છે. તેમ છતાં અમુક આસમીઓએ દબાણ દૂર કરેલ ન હોવાથી આજ રોજ તમામનું દબાણ દૂર કરવામાં આવેલ છે.
સદરહું દબાણવાળી જગ્યામાં કુલ.11 જેટલા આસામીઓએ દબાણ કરેલ હતુ જે દબાણ કરેલા વ્યક્તિઓ શૈલેષ ભાઈ અને જૈનીશ ભાઈ,બટુક ભાઈ ધાર્મિક ભાઈ વણપરીયા ,જૈમીન ભાઈ પટેલ, ભરત ભાઈ તાલપરા સંજય ભાઈ લીબાસિયા, ભાવેશ ભાઈ લીબાચીયા , મનોજભાઈ ગામી હર્ષિલ ભાઈ મહેતા જયશ ભાઈ શેખલીયા સહદેસિહ જાડેજા રમેશ ભાઈ ટારીયા કુલ 11 ઈસમોએ જમીન ઉપર દબાણ કરેલ હતુ અને તે જમીન ખુલ્લી કરાવામાં આવી હતી જે જમીનુ ક્ષેત્રફળ આશરે 3960 ચો.મી. થાય છે, દબાણવાળી જમીનની આશરે કુલ બજાર કિંમત રૂૂપિયા 2.43 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી હતી.