મવડી-વાવડીમાં 11 કારખાનાનું ડિમોલિશન
- એસઈડબલ્યુના પ્લોટની રૂા.15.58 કરોડની 2833 ચો.મી. જમીન ખુલ્લી કરાવાઈ
મહાનગરપાલિકાના ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા તેમને મળેલા અલગ અલગ હેતુના કોમર્શીયલ પ્લોટ ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામોનું ડિમોલીશન કરવાની કામગીરી સતત આગળ ધપાવવામાં આવી રહી છે. રોજે રોજ અલગ અલગ વિસ્તારોમાં પ્લોટના દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરાવવામાં આવી રહી છે.
જેમાં આજે પણ વેસ્ટજોનમાં વોર્ડ નં. 9, 11 અને 12માં વાવડી-મવડી અને રૈયા વિસ્તારમાં ઔદ્યોગિક હેતુના થયેલા ગેરકાયદેસર 11થી વધુ કારખાનાઓ તેમજ છાપરા તોડી પાડી રૂા. 15.58 કરોડની 28.33 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી.
મ્યુનિસિપલ કમિશનર આનંદ પટેલના આદેશ અનુસાર ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયાના માર્ગદર્શન હેઠળ વેસ્ટઝોન ટાઉન પ્લાનીંગ વિભાગ દ્વારા અનામત પ્લોટ ઉપર થયેલ ગેરકાયદેસર દબાણ તથા ટીપી રોડને લાગુ અનઅધિકૃત બાંધકામો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી આજે વેસ્ટઝોનમાં વોર્ડ નં. 9માં ટીપી સ્કીમ નં. 16 રૈયા, એફપી -41, એસઈડબલ્યુએસ સોપાન હેબીટેસની સામે આવેલા પ્લોટ ઉપર થયેલા છાપરાના દબાણો તેમજ વોર્ડ નં. 11માં ટીપી સ્કીમ નં. 21 મવડી ડ્રાફ્ટ એફપી-58 એસઈડબલ્યુએસ બાપા સીતારામ ચોક પાસે થયેલા કારખાનાના દબાણો અને વાવડી સર્વે નં. 19 પ્લોટ નં. 53, 54, 55 7.50 મીટર રોડ ઉપર ગુરૂકૃપા મારબલની પાછળ થયેલા કારખાનાના દબાણો સહિતના ગેરકાયદેસર બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી રૂા. 15.58 કરોડની 2833 ચો.મી. જગ્યા ખુલ્લી કરાવાઈ હતી. ઉપરોક્ત કામગીરી આસિ. ટાઉન પ્લાનર, આસિ. એન્જિનિયર, જગ્યારોકાણ વિભાગ, તેમજ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે વીજીલન્સ અને પોલીસ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
ટાઉન પ્લાનિંગ વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં મનપાની હદમાં નવા ભળેલા પાંચ ગામોમાં પ્રાપ્ત થયેલા કોમર્શિયલ પ્લોટનું લિસ્ટ તૈયાર કરવામાંઅ ાવી રહ્યું છે.જે પૈકી દબાણયુકત પ્લોટ ખાલી કરાવવા માટે પ્રથમ નોટીસ અને ત્યારબાદ ડિમોલીશનની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.