For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ખંભાળિયામાં ઓટલા-ખપેડાનું ડિમોલિશન કરતું તંત્ર

11:43 AM Jul 15, 2024 IST | admin
ખંભાળિયામાં ઓટલા ખપેડાનું ડિમોલિશન કરતું તંત્ર

જો કે પાલિકા પ્રમુખના આદેશથી ડિમોલિશન રોકાયાની ચર્ચા

Advertisement

ખંભાળિયા શહેરમાં લાંબા સમય બાદ ટ્રાફિકથી વ્યસ્ત વિસ્તારોમાં ઓટલા તેમજ ખપેડા દૂર કરવાનું ઓપરેશન નગરપાલિકા અને પોલીસ તંત્ર દ્વારા શરૂૂ કરવામાં આવ્યું હતું. પરંતુ કોઈ ચોક્કસ કારણોસર આ ઓપરેશન બપોરે અટકાવી દેવામાં આવ્યું હતું. જે મુદ્દો ચર્ચાનું કેન્દ્ર બની રહ્યો છે.

ખંભાળિયા શહેરનો વ્યાપ અને વિસ્તાર વધવા સાથે ટ્રાફિક પણ વધતો જતો હોય, શહેરમાં આવા રસ્તાઓ ઉપર નડતરરૂૂપ ઓટલા અને ખપેડાઓ જેવા દબાણો દૂર કરવા માટે શનિવારે સવારે નગરપાલિકાના સ્ટાફ તેમજ પોલીસ અધિકારીઓની ટીમ વિગેરે દ્વારા સંયુક્ત કામગીરી શરૂૂ કરવામાં આવી હતી. અહીંના મિલન ચાર રસ્તા વિસ્તારમાંથી જે.સી.બી., ટ્રેક્ટર જેવા સાધનોની મદદથી કેટલાક અનધિકૃત મનાતા દબાણો દૂર કરવામાં આવ્યા હતા. પાલિકા સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ થોડા સમય પૂર્વે માર્ગ આડે લારી-ગલ્લાઓ વિગેરેને દબાણો દૂર કરવા માટેની જે-તે આસામીઓને સૂચના આપવામાં આવી હતી. તેમ છતાં પણ આ હુકમને અવગણી રાબેતા મુજબની પરિસ્થિતિ બની રહેતા શનિવારે સવારે અહીંના ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિ, ટ્રાફિક પીએસઆઈ વી.એમ. સોલંકી નગરપાલિકાના ઈજનેર વિગેરે સાથેની ટીમ દ્વારા સાધનોની મદદથી ચાર રસ્તાથી શરૂૂ કરી અને તેલી નદીના પુલ આગળ સુધી રસ્તા ઉપર કાઢવામાં આવેલા વિવિધ પ્રકારના ઓટલા, ખપેડાઓ જેવા દબાણો દૂર કરવામાં આવ્યા હતા.

Advertisement

લાંબા સમય બાદ શહેરમાં હાથ ધરાયેલા ડિમોલિશનની કામગીરી જોવા ખૂબ મોટી સંખ્યામાં નગરજનો આ સ્થળે ઉમટી પડ્યા હતા.

આ ઝુંબેશ શરૂૂ થયાના થોડી કલાકોમાં નગરપાલિકા પ્રમુખ દ્વારા સ્થળ ઉપર જઈ અને માનવીય અભિગમ દાખવી, ઓટલા-ખપેડાના દબાણ દૂર ન કરવા માટેની સૂચના આપવામાં આવતા આ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ મુદ્દે વધુ વિગત મુજબ અનઅધિકૃત લારી- ગલ્લાના જ દબાણો દૂર કરવા માટેનું નક્કી કરવામાં આવ્યું હતું. પરંતુ સ્ટાફ દ્વારા ઓટલા-ખપેડા જેવા દબાણો દૂર કરવાનું શરૂૂ કરાતા કામગીરી અટકાવી દેવા માટેનો આદેશ આપવામાં આવ્યો હતો.

આ વચ્ચે ઉલ્લેખનીય છે કે શહેરમાં બેફામ બની ગયેલા નાના-મોટા દબાણકર્તાઓ શહેરની રોનક ઝાંખી પાડી દે છે. આટલું જ નહીં, તંત્ર દ્વારા જ્યારે પણ દબાણ હટાવ ઝુંબેશ કરાય છે, તેના થોડા સમય પછી રાબેતા મુજબ જેવી પરિસ્થિતિ જોવા મળે છે. ત્યારે હવે શનિવારે કરાયેલી કામગીરી તેમજ સંભવત: આગામી દિવસોમાં હાથ ધરાનારી આ પ્રકારની ઝુંબેશ કેવી ફળદાયી નીવડશે તે તો સમય જ બતાવશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement