વેરાવળ બંદરમાં તંત્ર દ્વારા ફરી મધરાત્રે ડિમોલિશન
દરિયાકાંઠે લાંગરેલી બોટો-કેબિનો સાથે બાંધકામોનો કડૂસલો
વેરાવળ શહેરમાં ગત મોડી રાત્રે સરકારી તંત્ર દ્વારા અચાનક જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલીશન હાથ ધરવામાં આવ્યું હતું અને બંદરમાં દરિયાકાંઠે લાંગરવામાં આવેલી માછીમારોની બોટો ઉપરાંત કાંઠા ઉપર બનાવવામાં આવેલી કાચી-પાકી દુકાનો સહિતના 100થી વધુ બાંધકામો ઉપર બુલ્ડોઝર ફેરવી દેવામાં આવ્યું છે.
કોઈ જાત ની નોટિસ આપ્યા વગર ડીમોલેશન કરવામાં આવ્યાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો. બીજી તરફ ડીમોલેશન ને લઈ મીડિયા અને સ્થનિકોના સવાલોના તંત્ર દ્વારા કોઈપણ પ્રકારના જવાબ આપવામાં નહીં આવતા સ્થાનિક લોકો અકળાયા હતાં. ફિશરીઝ નિયામક દ્વારા પણ મોન ધારણ કરી લેવામાં આવ્યું છે.
100થી વધુ હોડી, કેબીનો, દુકાનો પર બુલડોઝર,બપોરે દબાણો દૂર કરવા સૂચના આપી અને રાત્રી ના બુલડોઝર લઈ આવી ગયા ના આક્ષેપ કરવામાં આવ્યા છે. જેના કારણે ફિશરીઝ વિભાગ ની કામગીરી ને લઇ સવાલો ઉઠ્યા છે. હાલ માં જ સુપ્રીમ કોર્ટ દ્વારા ડીમોલેશન ને લઈ દિશા નિર્દેશ જાહેર કર્યા છે, પરંતુ વેરાવળમાં સુપ્રીમ કોર્ટ ના સૂચનો ની 5ણ અવહેલના થતી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા,વેરાવળ બંદર માં તંત્ર ના અચાનક ડીમોલેશન ને લઈને ભારે ચર્ચા જાગી છે.