STના ડ્રાઇવર-કંડકટર પર વધેલા હુમલા અટકાવવાના પગલા ભરવા માંગ
ગુજરાત રાજય એસ.ટી. કર્મચારી મહામંડળ દ્વારા વડી કચેરીમાં રજૂઆત
ST નિગમનાં તમામ કર્મચારીઓ અને અધિકારીઓ રાજ્યની મુસાફર જનતાની સેવા કરવામાં પાછીપાની કરતા નથી, પછી ભલે તે કોઈ મહામારી હોય. રાજ્યનો મોટામામોટો તહેવાર હોય, જુદા જુદા મેળા હોય કે પોતાનો સામાજિક પ્રસંગ હોય નિગમના ડ્રાયવર/કંડક્ટર 24*7 પોતાની ફરજ બજાવી પોતાના પરિવારની ચિંતા કર્યા વગર મુસાફર જનતાને નિયત ગંતવ્ય સ્થાને પહોંચાડવાને પોતાની પવિત્ર ફરજ સમજી જવાબદારી અદા કરે છે, આવી ફરજ ખુબ જ સાહજીકતાથી નિભાવવાને કારણે સરકાર દ્વારા પણ તેની હકારાત્મક નોંધ લેવાય છે તાજેતરમા મંત્રી (વા.બ)દ્વારા રક્ષાબંધન નિમિત્તે પોતાના ટ્વીટર એકાઉન્ટમાં મુકેલ વિડીયો તેની સાક્ષી પૂરે છે.
નિગમમાં સૌથી અગત્યની ફરજો બજાવતા ડ્રાયવર/કંડક્ટર અને ડેપો કક્ષાએ પબ્લિક સાથે સીધા સંપર્કમાં આવતી કામગીરી કરતા કર્મચારીઓ પર નાની નાની બાબતોએ જીવલેણ હુમલાના બનાવો તાજેતરમા ખૂબ જ વધ્યા હોવાનું ધ્યાન પર આવેલ છે. આવા હુમલા બાબતે વિભાગીય કક્ષાએ, મધ્યસ્થ કચેરી કક્ષાએ. સરકાર કક્ષાએ ખુબ જ સહકાર મળે છે અને આવા હુમલાખોરી પર ચોક્કસ કાર્યવાહી થવા પામે છે તે નિર્વિવાદ ભાબત છે, પરંતુ આવા હુમલા થતા જ અટકાવવા એ ખુબ જ જરૂૂરી જણાય છે.
જેથી નિગમના દરેક ડેપો ખાતે અને નિગમના દરેક વાહનોમાં મુસાફર જનતા સ્પષ્ટ જોઈ, વાંચી સમજી શકે તે રીતે એક સુચના પ્રસિદ્ધ થવા પામે કે જેમાં નિગમના કોઈ પણ કર્મચારી કે અધિકારીઓ ને પોતાની પ્રસ્થાપિત કરાયેલ ફરજો બજાવવામાં રકાવટ કરવા, અસભ્ય વર્તન કરવા, અભદ્ર ભાષા પ્રયોગ કરવા, માર મારવા જેવા બનાવોમાં ઇન્ડિયન પીનલ કોડ (ઈંઙઈ )ની કલમ મુજબ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવશે તેવી સ્પષ્ટ જાણકારી (ઈંઙઈ ની કલમના ઉલ્લેખ સાથે ) પ્રદર્શિત કરવાથી તે બાબતને લોકો ગંભીરતા થી લેશે અને આવા બનાવોમાં ચોક્કસ અને નોંધપાત્ર ઘટાડો થશે તેવું અમારું માનવું છે, જેથી આ બાબતે આપના સ્તરે યોગ્ય આદેશ અને અમલવારી થવા પામે તેવી નિગમના કર્મચારીઓની લાગણી છે તેવી રજુઆત જઝ કર્મચારી મહા મંડળ દ્વારા નિગમમા કરવામા આવી છે.
