ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તલગાણા ચેકડેમ પ્રકરણમાં જવાબદારો સામે પગલા લેવાની માંગ

11:28 AM Mar 13, 2025 IST | Bhumika
Advertisement

તલગાણા ઈસરા વચ્ચેના ભાદર નદીના ભુ માફિયા દ્વારા તુટેલ ચેક ડેમથી ખેડુતોને મોટાપાયે નુકસાન છે. સાત વરસ પહેલા મુખ્યમંત્રી રાજયપાલ કલેકટર ડેપ્યુટી કલેકટર મામલતદાર સહીતના અધિકારીઓ ને લેખી મૌખિક રજૂઆતો કરેલહતી તલગાણા ના માજી સરપંચ પરબતભાઈ પીઠીયા એ આત્મ વિલોપન ની પણ ચીમકી આપેલી છતા તંત્ર અને ભુ માફિયા અને સત્તાધારી ચુંટાયેલા ને આગેવાનો ની મીલી ભગતથી જે ભીતી હતી તે થયુ હવે આમા જવાદાર કોણ? કોની સામે પગલા લેવાશે માજી ઉપ સરપંચનું ધગધગતુ નિવેદનતાજેતરમાં તો તલગાણા ઇસરા વચ્ચે ભૂ માફિયાઓએ રેતી કાઢી લેતા ચેકડેમ તૂટી જવા પામ્યો છે જેનાથી આજુબાજુ વિસ્તારના ખેડૂતોને મોટા પાયે નુકસાન જશે આ બાબતે તલગાણા ના માજી ઉપસરપંચ પરબતભાઈ પિઠીયા એ એક નિવેદન માં જણાવેલ છે કે જે તે વખતે મારી પાસે સરપંચ નો હવાલો હતો તે સમયે ગામના હોદ્દેદારોએ ગ્રામસભા બોલાવીને બહુમતીથી ઠરાવ કરી સંબંધિત કચેરીઓની રૂૂબરૂૂ મુલાકાત લઇ જે તે અધિકારીઓને લેખિત મૌખિક રજૂઆત કરેલી અને ગાંધીનગર સુધી ભાદર નદીમાં આવેલા તમામ ચેક ડેમો ને રેતી માફિયાઓ કાયમી ધોરણે નુકસાન કરી રહ્યા છે તેથી આવા પરવાનાઓ રદ કરવા અને ભવિષ્યમાં પણ આપવા નહીં તેવો ગ્રામસભામાં ઠરાવ કરેલા હતો તેમજ ઉપલેટા તાલુકા ભાદરહિત રક્ષક સમિતિ એ પણ સંબંધિત કચેરીઓને રજૂઆતો કરેલી હતી.

Advertisement

તે બાબતે રેતી ભુવા માફિયાઓએ મારી સોપારી પણ આપેલી હતી તારીખ 14 ફેબ્રુ 20 21 ના રોજ જે તે વખતના કોંગ્રેસના ધારાસભ્ય લલીતભાઈ વસોયા ને પણ જિલ્લા કલેકટર ફરિયાદ સંકલ્પ સમિતિમાં મુકવા માટે લેખિતમાં જણાવેલું હતું તેમજ ધોરાજી ડેપ્યુટી કલેક્ટરને પણ તમામ ડોક્યુમેન્ટ્સ આપી રજૂઆતો કરેલી હતી તેમજ તારીખ 26 એપ્રિલ 20 19 ના રોજ મુખ્યમંત્રીને લેખિતમાં વિરોધ કરી આત્મવિલોપનની પણ ચીમકી આપેલી હતી તે સમયે અમુક સમય સુધી નદીમાં રેતી ખનનની પ્રવૃત્તિ સ્થગિત કરી દેવામાં આવેલી અને રાજ્યપાલ શ્રી ને પણ લેખિત રજૂઆત કરી માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ દાખલ કરેલી હતી તેમજ વેણો ડેમમાંથી તલોગના ગામને પીવાના પાણીની પાઇપલાઇન જે ભાદર નદી માથી પાણી માટે ની પુરવઠા બોર્ડ ની લાઈન પસાર થાય છે તેને પણ આ રેતી ચોરો એ તોડી નાખી છે તે વખતે મામલતદાર માવદીયા સાહેબ હતા તેમણે સ્થળ ઉપર રોજકામ કરેલ હતુ જે પાઈપ લાઈન આજ દિવસ સુધી રીપેર કરવામાં નથી આવી.

વધુમાં પરબતભાઈ એ જણાવ્યું કે તુટેલ ચેક ડેમ ના પાયા રેતી ના જથ્થા ઉપર આધારિત હતા અને આ બાબતે સબંધીત. કચેરીમાં રજુઆત ની અમારી પાંચ પાંચ કિલો કાગળ ની ફાઈલો પડી અધિકારી કે કર્મચારીઓ ની બદલી થતી હોયછે કચેરીની બદલી થતી નથી અમારી રજૂઆત ની ફાઈલો આજે પણ મોજૂદ છે આમ સરકારી તંત્ર અને ખેડુતો ને પણ નુકસાન પહોંચ્યું છે મીલી ભગતથી કોઈ પગલાં ભરવામાં નથી આવતા અંતમાં પરબતભાઈ એ જણાવેલ છે કે ઉપલેટા વિસ્તારમાં ત્રણ મુખ્ય નદીઓ ભાદર મોજ વેણુ નદીઓ આવેલી છે જેમાથી મોટા પાયે ભુ માફિયા ઓ ગેરકાયદેસર રેતી કાઢે છે ત્યારે સરકાર ની જો ખરેખર દાનત હોય ખેડૂતો નું હિત જાળવવું હોય તો ઉપલેટા વિસ્તારમાં કાયમી ધોરણે ચેકીંગ પાર્ટી ની નીમણુક કરવી જોઈએ અને આ ભૂ માફીયાઓ સામાન્ય માણસો ઓ અવાજ દબાવી દેતા હોયછે ધાક ધમકીઓ આપે છે અગાઉ આ ભૂ માફીયાઓ એ અરજદારો કે વિરોધ ખરનારા ઉપર ફોરવીલ ફેરવી ફેકચરો ખરી દેવાના અને અધિકારીઓ કર્મચારીઓ ઉપર પણ હુમલા ના બનાવો રેકોર્ડ ઉપરછે ત્યારે આ બાબતે સરકાર કુંભકર્ણ નિંદ્રામાંથી જાગે તેવી ઉપલેટા ધોરાજી સહિત ના તાલુકા ના ખેડૂતો અને આમ જનતાની લાગણી અને માંગણી છે તેવુ અંતમાં જણાવેલ છે.

Tags :
gujaratgujarat newsTalgana check dam case
Advertisement
Advertisement