ગીર સોમનાથ જિલ્લામાં માવઠાથી થયેલ નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવવા માંગણી
તાલાળાના ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત
તાલાળા મત વિસ્તારનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ દ્વારા ગઇકાલ સવાર થી જ સુત્રાપાડા તાલુકા તથા તાલાળા તાલુકામા થયેલ કમોશમી વરસાદથી ખેતીના પાકોને તથા ઘાસચારાને થયેલ નુકશાની તાગ મેળવવા ચાલુ વરસાદમા ગામડાનો પ્રવાસ કરીને ખેડુતનાં ખેતરે રુબરુ મુલાકાત કરીને ખેડુતોને થયેલ નુકશાની ની વીગતો મેળવી હતી
છેલ્લા બે દીવસમા સુત્રાપાડા તથા તાલાળા તાલુકામા પાંચથી સાત ઇંચ જેટલો કમોશમી વરસાદ થયો હતો તેથી ખેડુતોની દયનીય પરીસ્થીતી થયેલ છે મગફળીનાં પાકનાં પાથરા ખેતરમા હોય અને આવી પડેલા કમોશમી વરસાદ સંપુર્ણ નાશ પામેલ છે તેથી તાલાળા મત વીસ્તારનાં ધારાસભ્ય એ મુખ્યમંત્રી તથા ગુજરાતનાં કૃષી મંત્રીને એક પત્ર લખીને જણાવેલ કે તાલાળા વિધાનસભામા આવતા તાલાળા તથા સુત્રાપાડા તાલુકાનાં દરેક ગામોનનો મે જાત પ્રવાસ કરીને જોયુ તો આ કમોશમી વરસાદ પાક સંપુર્ણ નિષ્ફળ ગયેલ છે તેમજ ખેડુતો આ સિઝનમા માલ ઢોર માટેનાં ઘાસચારો પણ પલળી જતા સંપુણ નાશ પામેલ તેથી માલઢોરને પણ નીભાવવા માટે ખેડુતોને મુશ્કેલ છે તેવી પરીસ્થીતી છે દરેક ખેડુતો આ પાકનાં ભરોસે પોતાનુ આખા વર્ષનુ બજેટ ગોઠવતા હોય છે પોતાનાં દિકરા / દિકરી લગ્નની તૈયારીઓ બાળકોની અભ્યાસની ફી આ પાકના ભરોસે હોય છે ખાસ કરીને અમારા સુત્રાપાડા તાલુકા દરીયા કાંઠાનાં ખેડુતોને આ ચોમાસુ મગફળી અને સોયાબીન પાક જ મુખ્ય પાક હોય છે. લખવાનાં સમયે જ આ કમોશમી વરસાદ પાક સંપુર્ણ નીષ્ફળ ગયેલ હોય પશુનો ઘાસચારો બીલકુલ નાશ પામેલ છે ત્યારે આપણે આત્મનિર્ભર બનાવવા માટે મુખ્ય કોઇ હોય તો તે ખેડુત છે તે આ વિસ્તારમા તાત્કાલીક યોગ્ય કરી સરકાર ખેડુતો માટે હકારાત્મક વલણ અપનાવી ખેડુતો માટે આર્થીક પેકેજ જાહેર કરવા સરકાર પાસે મારી આ આગ્રહ ભરી માગણી છે.
