For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં IHBT વિભાગ શરૂ કરવા માંગ

05:31 PM Jul 01, 2025 IST | Bhumika
સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલ મેડિકલ કોલેજોમાં ihbt વિભાગ શરૂ કરવા માંગ

Advertisement

સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી મોટી ગણાતી રાજકોટની સિવિલ હોસ્પિટલ સાથે સંકળાયેલી મેડીકલ કોલેજમાં IHBT વિભાગ ચાલુ કરવા તેમજ જરૂરીયાતમંદ દર્દીઓ માટેની બ્લડ બેંકમાં ઉપયોગી સાધનો વહેલી તકે ફાળવવાની રજૂઆત શ્રીમદ્ રાજચંદ્ર ફાઉન્ડેશન થકી ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને કરવામાં આવી છે. રાજકોટ એ સમગ્ર સૌરાષ્ટ્રનાં કેન્દ્ર સ્થાને રહ્યું હોવાથી અકસ્માતનાં સંજોગોમાં અહિં લોહીની જરૂરીયાત વધુ રહે છે. અહિં 500 થી વધુ થેલેસેમીયાના દર્દીઓને દર મહિને લોહી આપવામાં આવે છે. તદઉપરાંત અહિંની બ્લડ બેંક સાથે 12 બ્લડ સ્ટોરેજ યુનિટ સંકળાયેલા હોવાથી અંતરીયાળ વિસ્તારમાં બ્લડની જરૂરીયાત પુરી પાડવામાં આવે છે. તાજેતરમાં અહિં ન્યુરો સર્જરી અને પ્લાસ્ટીક સર્જરી વિભાગ શરૂ કરવામાં આવ્યો છે.

જેમાં બ્લડ અને બ્લડ પ્રોડકસની વધારે જરૂર રહે છે. સુપર સ્પેશ્યાલીટી વિભાગમાં હાલ D.N કોર્ષ પણ કાર્યરત છે. અત્રેની સંસ્થા ખાતે ભવિષ્યમાં અંગ પ્રત્યારોપણ (કિડની, લીવર તથા બોનમેરો પ્રત્યારોપણ)ની સુવિધા ઉપલબ્ધ થઈ શકે તે માટે સર્વિસની ખાસ જરૂરીયાત રહે છે. હાલ ગુજરાત રાજ્ય ખાતે સરકારી મેડીકલ કોલેજોમાં IHBT વિભાગ સક્રિયા છે. વડોદરા, સુરત, અમદાવાદ, જામનગર ખાતે કાર્યરત છે. રાજકોટ અને બાવનગર ખાતે કાર્યરત નથી. ભવિષ્યમાં અત્રેની સંસ્થા ખાતે IHBT વિભાગ કાર્યરત કરવાથી તેમાં અનુસ્નાતક અભ્યાસ પણ ચાલુ કરી શકાય તથા બ્લડ પ્રોડકટસ અંગે તથા અંગ પ્રત્યારોપણ વાળા દર્દીઓને વધુ કાર્યક્ષમ સવલતો ઉપલબ્ધ થઈ શકે.

Advertisement

આ તકે એડિશનલ પ્રોજેકટ ડાયરેકટર ડો.કાર્તિક શાહને પણ રજૂઆત કરવામાં આવેલ જેઓએ સાથ સહકાર આપેલ અને ટૂંક સમયમાં મંજુરી મળે તેવી બાહેધરી આપેલ, આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ પણ તમામ સાથ સહકાર આપશે અને બને તેટલી જલદી મંજુરી આપવામાં આવશે તેવી ખાત્રી આપેલ છે. યુવા મોરચાના પ્રમુખ પ્રશાંત કોરાટ પણ ઉપસ્થિત રહ્યા હતાં. વર્તમાન ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયાને પણ રજૂઆત કરવામાં આવેલ તેઓએ બાંહેધરી આપેલ ટૂંક સમયમાં કારોબારીની મીટીંગમાં આ પ્રશ્ર્ન હાથમાં લઈ અને બને તેટલું તાત્કાલીક ધોરણે મંજુરી આપવામાં આવશે. રાજકોટ ધારાસભ્યની ગ્રાંટમાંથી પણ તેઓ સિવિલને ઘટતા સાધનોની મદદ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement