For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-દુબઇની સીધી હવાઇ સેવા શરૂ કરવા માંગ

04:49 PM Oct 28, 2025 IST | admin
રાજકોટ દુબઇની સીધી હવાઇ સેવા શરૂ કરવા માંગ

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા રાજકોટ-સૌ રાષ્ટ્રના મુસાફરોને વધુ સારી એ રલાઈન્સ સુવિધા મળી રહે તે માટે સરકારમાં અવાર-નવાર રજુઆતો કરવામાં આવે છે. ત્યારે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર હોય તેમજ આશ રે 25 લાખથી વધુ વસ્તી ધરાવતું શહેર છે. તેમજ ઈન્ડસ્ટ્રીયલ હબ તરીકે પણ ગણવામાં આવે છે ત્યારે રાજકોટ તથા તેની આસપાસ આશરે બે લાખથી વધુ ખજખઊ એકમો આવેલા હોય આયાત-નિકાસ પણ દિન પ્રતિદીન વધી રહયું હોવાથી વિદેશી મુલાકાતીઓ પણ આવતા હોય છે તેમજ ઐતીહાસીક સ્થળોથી પથરાયેલ હોય પ્રવાસીઓની સંખ્યા પણ વધી રહી છે. ત્યારે ફલાઈટની કનેકટીવીટી વધા રવી ખુબ જ આવશ્યક છે. ખાસ કરીને રાજકોટ-મુંબઈ તથા રાજકોટ-દિલ્હી બન્ને શહેરો ખાતે મુસાફરી કરના2 વર્ગ ખુબ જ વધારે છે તો તેને ધ્યાનમાં રાખી રાજકોટ-દિલ્હી માટે સવારની દૈનીક ફલાઈટો શરૂૂ કરવા માટે રાજકોટ ચેમ્બ2 ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા કેન્દ્રીય સિવિલ એવીએશન મંત્રી તથા વિવિધ એરલાઈન્સ કંપનીઓ સમક્ષ અગાઉ રજુઆતો કરવામાં આવેલ હતી.

Advertisement

આમ પોરબંદરના સાસદ સભ્ય મનસુખભાઈ માંડવીયાની સફળ રજૂઆત થકી રાજકોટ-દિલ્હી માટેની દૈનીક બે ફલાઈટો મળી છે જે બદલ રાજકોટ હિરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે રાજકોટ ચેમ્બ2ના પ્રમુખ વી.પી. વૈષ્ણવ, મંત્રી નૌતમભાઈ બા રસીયા તથા ટ્રેઝ22 વિનોદભાઈ કાછડીયાએ સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવીયાજીનું અભિવાદન કરીને સહર્ષ આભાર વ્યકત કરેલ હતો. સાથો સાથ આ બન્ને શહેરો વચ્ચે ફલાઈટની કનેકટીવીટી ફાળવવા માટે કેન્દ્રીય સિવિલ એવીએશન મંત્રીનો પણ રાજકોટ ચેમ્બ2 આભાર વ્યકત કરે છે. આમ લાભ પાંચમના દિવસે શરૂૂ થયેલ આ બન્ને શહેરો વચ્ચે સવારની અને સાંજની કુલ ચાર ફલાઈટની કનેકટીવીટી મળવાથી રાજકોટ-સૌ રાષ્ટ્રના મુસાફરો અને ખાસ કરીને વેપાર-ઉદ્યોગકારોને ખુબ જ ફાયદો થશે. તેમજ પ્રવાસન ક્ષેત્રે નવી ઉચાઈઓ સર કરશે.

અગાઉ પણ રાજકોટ ચેમ્બ2 દ્વારા ઈન્ટરનેશનલ ફલાઈટો શરૂૂ કરવા માટે રજુઆતો કરેલ છે. ત્યારે ઈન્ટ2નેશનલ ફલાઈટના ટર્મીનલનું કામ પણ ટુંક સમયમાં પુર્ણ થનાર છે. તેમજ કસ્ટમ્સ અને ઈમીગ્રેશનનું સેટ પણ શરૂૂ થનાર હોય રાજકોટ-દુબઈ માટેની દૈર્નીક ફલાઈટ તાત્કાલીક શરૂૂ કરવા કેન્દ્રીય સિવિલ એવીએશન શન મંત્રી કિન્નજારપ્પુ રામમોહન નાયડુજી, સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવીયાજી તથા રાજયના નાયબ મુખ્યમંત્રી અને સિવિલ એવીએશનમંત્રી હર્ષભાઈ સંઘવીજી સમક્ષ રજુઆત કરવામાં આવેલ છે. આમ રાજકોટ-દુબઈ માટેની ઈન્ટરનેશનલ ફલાઈટ શરૂૂ કરવા માટે સાંસદ સભ્ય મનસુખભાઈ માંડવીયાએ ઘટતું કરવા માટે ખાત્રી આપેલ છે. તેમ રાજકોટ ચેમ્બ2ના પ્રમુખ વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement