For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોરબી સિરામીક ઉદ્યોગ ઉપર GSTનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગ

12:41 PM Aug 26, 2025 IST | Bhumika
મોરબી સિરામીક ઉદ્યોગ ઉપર gstનું ભારણ 18 ટકાથી ઘટાડી 5 ટકા કરવા માંગ

મોરબીનો સિરામિક ઉદ્યોગ પ્રત્યેક્ષ કે પરોક્ષ રીતે 10 લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે અને ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂૂરિયાતની વસ્તુ છે. કેમ કે, ગરીબ અને મધ્યમ વર્ગના લોકો પણ તેના ઘરમાં ટાઇલ્સ લગાવે છે જો જીએસટી ઘટાડવામાં આવે તો લોકોને તેના ઘરની પડતરમાં 7 થી 8 ટકાનો ફાયદો થાય છે જેથી મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા જીએસટી ઘટાડવા માટેની રજૂઆત કરવામાં આવેલ છે .

Advertisement

મોરબી જિલ્લા લઘુ ઉદ્યોગ ભારતી દ્વારા ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડક્ટો ઉપર લાગતા GSTને 18 % થી ઘટાડીને 5 % કરવા માટે રજૂઆત કરવામાં આવી છે. અને ખાસ કરીને ટાઇલ્સ, સેનિટરી વેર અને અન્ય સિરામિક પ્રોડકટ ઉપર લાગતા GSTને ઘટાડા માટે જે રજૂઆત કરવામાં આવી છે તેની સાથે કેટલાક કારણો પણ રજૂ કરવામાં આવ્યા છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી વિશ્વનું બીજા નંબરનું સૌથી મોટુ ટાઇલ્સ અને સેનિટરી વેર ઉત્પાદન કરતું ક્લસ્ટર છે જેમાં 900 થી વધારે યુનિટો આવેલા છે જે પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે 10 લાખ થી વધુ લોકોને રોજગારી મળે છે, ટાઇલ્સના વિકલ્પમાં માર્બલ ઉપલબ્ધ છે જે ટાઇલ્સ કરતા 40 થી 60 % મોંઘો છે. આ સિવાય ટાઇલ્સનો બીજો કોઈ વિકલ્પ ઉપલબ્ધ નથી., મોરબીનું વાર્ષિક ટર્ન ઓવર 70,000 કરોડથી વધારે છે અને એક્સપોર્ટનું ટર્ન ઓવર 15,000 કરોડ થી વધારે છે જે ભારતના અર્થતંત્રમાં મહત્વનો ભાગ ભજવે છે.

ભારતના 90% થી વધુ લોકો ગરીબ અને મધ્યમ વર્ગીય લોકો છે જેમના માટે નાનું મકાન પણ સપનું હોય છે અને તેમના સપનાના ઘર માટે ટાઇલ્સ કે સેનિટરી વેર આઇટમ લક્ઝરી પ્રોડક્ટ નહીં પરંતુ જરૂૂરિયાત છે., ટાઇલ્સ અને અન્ય સિરામિક પ્રોડક્ટના જીએસટી ઘટાડાથી મકાનનું કોસ્ટિંગ 7-8 % ઘટશે જે લાખો પરિવારોને તેમના સ્વપ્નનું ઘર બનાવવામાં આશીર્વાદરૂૂપ છે. મોરબીના ઉદ્યોગો ખજખઊ કેટેગરીમાં આવે છે જે ખૂબ પાતળા માર્જિન સાથે વેપાર કરે છે. જીએસટીમાં ઘટાડો તમામ ઉદ્યોગો માટે ફાયદાકારક નીવડશે અને પ્રધાનમંત્રી આવસ યોજના જેવી અનેક યોજનાઓને વેગ મળશે જેનાથી સમાજના પછાત અને ગરીબ વર્ગને ખૂબ ફાયદો થશે જેથી આ મુદ્દાઓને ધ્યાને લઈને હકારાત્મક પરિણામ આવશે તેવી આશા અહીના ઉદ્યોગકારોને છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement