એરપોર્ટના નવા ટર્મીનલમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માગણી
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા મુસાફરોને વધારે સારી એરલાઈન્સ સુવિધા મળી રહે તે માટે હેમંશા પ્રયત્નશીલ રહે છે. ત્યારે તાજેતરમાં સંસદ સભ્ય પુરૂૂષોતમભાઈ રૂૂપાલાની અધ્યક્ષ સ્થાને હિરાસર ખાતે એરપોર્ટ સલાહકાર સમિતિની મિટીંગ મળેલ હતી. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના કારોબારી સભ્ય પ્રણવભાઈ ભાલાળા ઉપસ્થિત રહીને એરપોર્ટ સુવિધાને લગતા વિવિધ પ્રશ્નોની રજુઆત કરવમાં આવેલ હતી. જેમાં ખાસ કરીને નવા ટર્મીનલમાં મુસાફરો માટે પાથમીક સુવિધાઓ તાત્કાલીક ઉપલબ્ધ કરાવવી.
જેથી મુસાફરોને મુશ્કેલી ન પડે. તેમજ વાઈફાઈની સુવિધા આ મહિના અંતમાં સુધીમાં શરૂૂ થઈ જશે, જયારે એન્ટ્રી અને એક્ઝીટ દરમ્યાન પાર્કિંગ માટેનો સમય વધારવામાં આવશે તેમજ મોબાઈલ નેટવર્કના પ્રશ્ન માટે ટેન્ડર બહાર પાડવામાં આવેલ છે. જેનું આગામી ટુંક સમયમાં નિરાકરણ આવી જશે. સાથો સાથે અગાઉ રાજકોટ ચેમ્બર દ્વારા એર કાર્ગોની સુવિધા શરૂૂ કરવા માટે પણ રજુઆત કરવામાં આવેલ હતી. જે ઓગષ્ટ માસના પ્રારંભમાં શરૂૂ થઈ જશે. તેમ રાજકોટ ચેમ્બરની અખબારી યાદીમાં જણાવેલ છે.