કુદરતી આફતથી માછીમારોને થતી નુક્સાની અંગેની સહાય ચૂકવવા માંગ
15 ઓગસ્ટ, 2025થી ગુજરાતમાં માછીમારી સિઝનની શરૂૂઆત થઈ હતી, પરંતુ આ વર્ષે શરૂૂઆતથી જ માછીમારો માટે સમય ખૂબ જ મુશ્કેલ રહ્યો છે. અત્યાર સુધીમાં ત્રણ થી ચાર ચક્રવાતો, વાવાઝોડા અરબી સમુદ્રમાં સર્જાયા છે, જેના કારણે અંદાજે નાની મોટી 40000 બોટો અને એફઆરપી પીલાણા ને ફિશરીઝ વિભાગ તથા હવામાન વિભાગ દ્વારા વારંવાર ચેતવણી જાહેર કરવામાં આવી હતી કે માછીમારો પોતપોતાની બોટો લઈને નજીક ના બદર ઉપર આવી જાય.
દર વખતે ચક્રવાતી પવનની સંભાવના જાહેર થતાં જ સરકારના આદેશ મુજબ માછીમારોને તરત જ દરિયેથી પરત ફરવું પડે છે, અને અનેક બોટો જે મધ્ય દરિયામાં પહોંચી ગઈ હતી, તેમને તાત્કાલિક નજીકના બંદરો પર પરત ફરવું પડે છે જેરીતે કે,જખૌ થી ઉમરગામ સુધી ની તમામ બોટો દરિયા માં થી પરત નજીક ના બંદર પર પાછી આવવી ગઈ છે.પરિણામે, બોટ માલિકો અને માછીમારોને ભારે આર્થિક નુકસાન વેઠવુ પડી રહ્યું છે.
તેમની દૈનિક આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે, પરંતુ તેમ છતાં બોટના મજૂરો ના પગાર, ડીઝલ, બરફ, ખોરાક પાણી અને જાળની જાળવણીના ખર્ચાઓ ચાલુ જ રહે છે જેથી નાના મોટા તમામ માછીમારો ઉપર આર્થિક સંકટ ઉભું થયેલ છે જેથી 15 ઓગસ્ટ 2025 થી આજદિન સુધી નુ માછીમારો ને આર્થિક નુકસાની નુ સર્વે કરવી અને વળતર ચુકવવા અખિલ ગુજરાત માછીમાર મહામંડળ ના પ્રમુખ કિરીટભાઈ કુહાડા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્ર ભાઈ પટેલ, મચ્છય ઉધોગ મંત્રી જીતુભાઇ વાઘાણી અને રાહત કમિશ્નર મહેસુલ ને રજૂઆત કરવામાં આવેલ છે અને તાત્કાલિક વળતર ની માગણી કરવામાં આવેલ છે.