રાજકોટ એરપોર્ટને ‘વિજયભાઇ રૂપાણી’ નામકરણ આપવા માગણી
જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઇ બોદરે વડાપ્રધાન, ગૃહપ્રધાન અને ઉડ્ડયન મંત્રીને કરેલી રજૂઆત
રાજકોટના વિકાસમાં સ્વ. વિજયભાઇનું અમૂલ્ય યોગદાન, કાયમી સ્મૃતિ જાળવવા વ્યકત કરેલી લાગણી
રાજકોટ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભૂપતભાઈ બોદરની એક અખબારી યાદીમાં જણાવાયું છે કે તા.12 જૂન, 2025એ અમદાવાદથી લંડન જઈ રહેલ વિમાન ક્રેશ થયુ અને ગુજરાતની ઘરતી પરની આ ગોઝારી ઘટનામાં 250 લોકોના નિધન થયા અને સમગ્ર ગુજરાત શોકમગ્ન થઈ ગયુ. આ કરૂૂણાંતિમાં વિમાનમાં લંડન જઈ રહેલા રાજયના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂૂપાણીનું દુ:ખદ નિધન થયું. અને જાહેર જીવનના એક મોટા ગજાના નેતાની અણધારી વિદાયથી જાહેર જીવનમાં ન પૂરી શકાય તેવી ખોટ પડી. એમાંયે ખાસ કરીને સૌરાષ્ટ્ર રાજકોટ આ ઘટનાથી હતપ્રભ થઈ ગયું છે. સ્વ. વિજયભાઈ રૂૂપાણી રાજકોટના પનોતા પુત્ર હતા. તેઓએ 1987માં લોકલાગણીને માન આપી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઝંપલાવી જંગી બહુમતીથી ભવ્ય "વિજય’ મેળવ્યો. સતત બે ટર્મ સુધી સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન બન્યા.
રાજકોટના પ્રથમ નાગરીક એટલે કે મેયરપદે આરૂૂઢ થઈ ’ જ્યાં માનવી ત્યાં સુવિધા’ ના મંત્રને સાકાર કરી શહેરના વિકાસમાં મહતમ યોગદાન આપ્યું.ત્યારબાદ સંગઠન અને સતાક્ષેત્રે તેની રાજકીય કારકીર્દીનો ગ્રાફ સતત ઉચો જતો રહયો જેમાં તેઓ ગુજરાત મ્યુનિસિપલ ફાઈનાન્સ બોર્ડના ચેરમેન, ગુજરાત ટુરીઝમના ચેરમેનપદે કાબિલેતારીફ કામગીરી, રાજયસભાના સભ્ય બન્યા ત્યારબાદ ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી અને પ્રદેશ અઘ્યક્ષ તરીકે આરૂૂઢ થઈ સહેલાઈથી ’સૌનો સાથ, સૌનો વિકાસ’ સૂત્રને ચરિતાર્થ કર્યું. બાદ 2016માં ગુજરાતના મુખ્યમંત્રી પદે આરૂૂઢ થઈ શ્રેષ્ઠ અને બેસ્ટ કામગીરી કરેલ.આમ ગુજરાતના તમામ જિલ્લા,નગરોમહાનગરો, તાલુકા, ગામડાંઓ પર તેમની નજર કોઈપણ ખૂણે બનેલા રાજકીય બનાવ ઉપર જ હોય, દરેક બાબતોનું ચિંતન,મંથન કરી કાર્યકર્તાઓ સાથે સીધો સંવાદ કરતા.
આમ, ખરા અર્થમાં સ્વ. વિજયભાઈ રૂૂપાણી ’કાર્યકર્તાઓની નાડનો ધબકાર’ બન્યા હતા. વિજયભાઈ રૂૂપાણીએ પોતાના મુખ્યમંત્રીકાળમાં ગુજરાતના વિકાસને વેગવંતો બનાવવાની સાથોસાથ સૌરાષ્ટ્રના વિકાસમાં પણ ઘણું યોગદાન આપ્યું છે.તેમના કાર્યકાળ દરમિયાન તેમણે વિવિધ યોજનાઓ અને પ્રોજકટસને આગળ વધારવા ઘનિષ્ઠ પ્રયાસો કર્યા.સૌરાષ્ટ્રમાં પાણીની સમસ્યાઓને દૂર કરવા માટે તેમણે નર્મદા નદીના પાણીના પ્રોજેકટને પ્રોત્સાહન આપ્યું. જે ખેડૂતો અને સ્થાનિક લોકોને લાભ પહોંચાડે છે તેમજ બાંધકામ અને ઈન્ટ્રસ્ટ્રાસ્ટ્રકચર વિકાસમાં પણ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું, જેમ કે. રસ્તાઓ, પુલો અને અન્યુ સુવિધાઓનું નિર્માણ ઉપરાંત શિક્ષણ અને આરોગ્યક્ષેત્રે પણ સુધારાઓ લાવ્યા જે સૌરાષ્ટ્રના લોકો માટે લાભદાયી સાબીત થયા.
રાજકોટ સાથે સ્વ. વિજયભાઈ રૂૂપાણીના નાતો અતૂટ રહ્યો છે. ત્યારે સ્વ. વિજયભાઈ રૂૂપાણીની સ્મૃતિને કાયમ રાખવા હિરાસર ખાતે ’રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટને ’વિજયભાઈ રૂૂપાણી’ નામકરણ કરવા દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહ મંત્રી અમિતભાઈ શાહ અને કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી કે.રામમોહન નાયડુજીને રજૂઆત કરવામાં આવેલ છે.