For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લગ્ન નોંધણી-નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગ

04:20 PM Sep 19, 2025 IST | Bhumika
લગ્ન નોંધણી નોટિસની પ્રક્રિયા ઓનલાઇન કરવા માંગ

રજિસ્ટ્રેશન માત્ર જિલ્લાકક્ષાએ થતા સમસ્યા : ગરવી પોર્ટલ સહિતના પ્રશ્ર્ને રેવન્યુ બાર એસોસીએશન દ્વારા રજૂઆત

Advertisement

હાલના આધુનિક યુગમાં જ્યારે બધું જ ડિજિટલ થઈ રહ્યું છે ત્યારે લગ્ન નોંધણી અને તેની નોટિસ ઓફલાઈન હોય હાલની ગરવી 2 સોફ્ટવેરમાં દસ્તાવેજ નોંધણી પણ ઓનલાઇન થયેલ હોય ત્યારે લગ્ન નોંધણી અને તેની નોટિસ પણ ઓનલાઇન કરવા આવશ્યક છે. તેવી રજૂઆત રાજકોટ રેવન્યુ બાર એસોસીએશન દ્વારા નોંધણીલ નિરીક્ષણ કચેરીમાં કરવામાં આવી છે.

ઘણી સબ રજિસ્ટ્રાર કચેરીમાં ઘણી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં અમુક વખત લગ્ન નોંધણીની નોટિસ, નોટિસના સમયગાળા દરમિયાન જાહેર જનતા જોઈ શકે તેમ લગાવવામાં આવતી નથી. ઘણી વખત બહારની કોઈ વ્યક્તિ દ્વારા પબ્લીશ કરેલ જગ્યાએથી નોટીસ કાઢી નાખવામાં આવે તો તેની જાણ જાહેર જનતાને થતી નથી. ઘણી વખત કચેરીના જ કર્મચારી દ્વારા ઇરાદાપૂર્વક લગ્ન નોંધણીની નોટિસ લગાવવામાં આવતી નથી તેવી પણ ફરિયાદ ઊઠેલ છે. લગ્ન નોંધણી માત્ર જિલ્લાની મુખ્ય ઓફિસમાં જ થતી હોય, આવી નોટિસ તપાસવા કે જોવા માટે બહાર ગામના લોકોને ખૂબ જ મુશ્કેલી પડે છે. તેમજ નાણા અને સામે બંનેનો વ્યય થાય છે.
આમ ઉપરોક્ત કારણોસર હાલના સમયમાં સર્વ સમાજ જોઈ શકે તેવી પારદર્શક વ્યવસ્થા કરવી જરૂરી છે.

Advertisement

ગરવી પોર્ટલમાં દસ્તાવેજનો પ્રકાર, પેટા પ્રકાર, આપનાર- લેનારની સંખ્યા, સાક્ષી તથા સંમતિ આપનારની સંખ્યા જેવી પ્રાથમિક વિગતો એકવાર સેવ થયા બાદ બદલવા કે ફેરફાર કરવા દેતા નથી, જે ફેરફાર થઈ શકે, છેલ્લી વારના સોફ્ટવેર અપડેટ બાદ હાલમાં આપનાર - લેનાર તથા સાક્ષીની વિગતો કોપી થતી નથી માત્ર કોઈ કોઈ રેન્ડમલી સાક્ષીની વિગતો કોપી થાય છે, તો આપનાર - લેનાર તથા સાક્ષી એમ બધી વિગતો સરળતાથી કોપી થઈ શકે તેવી વ્યવસ્થા કરવી.

મિલકતની વિગતો કોપી થઈ શકે તેવી વ્યવસ્થા કરવી કારણ કે ઘણી વખત આખા પ્રોજેક્ટના એકથી વધુ દસ્તાવેજો હોય અથવા તો સમાન રેવન્યુ સર્વે નંબરના જ દસ્તાવેજો હોય તેવા કિસ્સામાં જો મિલકતની વિગતો કોપી થઈને નાના મોટા ફેરફારો કરી વિગતો સેવ થઈ શકે તો સમયનો વ્યય અટકાવી શકાય. હાલમાં મિલકતની વિગતમાં મિલકતનું લોકેશન સબમીટ કરવું ફરજિયાત છે, જે મેપમાં શોધવું ઘણી વખત મુશ્કેલ બને છે, તેના બદલામાં, રેખાંશ અને અક્ષાંશ ટાઈપ કરવાથી લોકેશન આપોઆપ બતાવે તેવી વ્યવસ્થા કરવી.

જેવી રીતે વેચાણ દસ્તાવેજમાં તથા ગીરોખતના દસ્તાવેજમાં અવેજની રકમ મુજબ સ્ટેમ્પ યુટી તથા રજીસ્ટ્રેશન ફી સ્વયં આવી જાય છે, તેવી રીતે તમામ પ્રકારના દસ્તાવેજોમાં સ્ટેમ્પ ડયુટી તથા રજીસ્ટ્રેશન ફી સ્વયં આવી જાય તો સરળતા રહે.
ગરમીમાં પેમેન્ટ માટે ઉપયોગમાં લેવાતી વેબસાઈટ સાઈબર ટ્રેઝરીમાં ઘણી વખત સર્વર ડાઉન, ઝડપથી ધીમી, પેમેન્ટ કપાઈ જાય પણ રિઝલ્ટ આપવામાં વિલંબ, પેમેન્ટ સફળ થઈ જાય પણ જમા થાય નહીં તેવા સંજોગોમાં પેમેન્ટ રિટર્ન આપવામાં વિલંબ, વિગેરે જેવી અનેક સમસ્યાઓ છે જેનો હલ તત્કાલ કરવો જરૂૂરી છે. તેમ અંતમાં જણાવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement