મોરબીના લીલાપર-કેનાલ રોડ પર નવી સ્ટ્રીટ લાઇટ નાખવાની માગણી
12:06 PM Oct 16, 2025 IST | Bhumika
જાગૃત નાગરિક દ્વારા મ્યુનિ. કમિશનરને રજૂઆત
Advertisement
મોરબીના લીલાપર-કેનાલ રોડ પર નવી સ્ટ્રીટ લાઈટ નાખવાની માંગ સાથે જાગૃત નાગરિકે મહાનગરપાલિકાના કમિશ્નરને લેખિત રજૂઆત કરી છે.
રજુઆતમાં જણાવ્યું છે કે મોરબી મહાનગરપાલિકાના વોર્ડ 12 માં આવેલ લીલાપર-કેનાલ મેઈન રોડ પર બજરંગ સર્કલ સુધી સ્ટ્રીટ લાઈટ નાખેલ છે પરંતુ બજરંગ સર્કલથી લીલાપર ચોકડી સુધી એકપણ સ્ટ્રીટ લાઈટ નાખવામાં આવી નથી સિરામિક ઉદ્યોગને કારણે લીલાપર કેનાલ મેઈન રોડ પર વાહન વ્યવહાર વધુ રહે છે રાત્રીના કોઈ પશુ વચ્ચે આવે તો લાઈટ ના હોવાથી અકસ્માતનો ભય રહે છે અવારનવાર લાઈટ ના હોવાથી રાત્રીના અકસ્માત થતા રહે છે બજરંગ સર્કલ પછી રહેતા વાડી વિસ્તાર અને લીલાપર ગામના લોકોને રાત્રીના મુસાફરીમાં વાહન ચલાવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે જેથી સ્ટ્રીટ લાઈટ નાખવા યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરી છે
Advertisement
Advertisement
