ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

મોરબીમાં 12 પછી તમામ ગરબીઓ બંધ કરાવવા માંગણી

11:57 AM Sep 22, 2025 IST | Bhumika
Advertisement

પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા રજૂઆત

Advertisement

મોરબીમાં આ વર્ષે નવરાત્રી પર્વ દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને રાત્રે 12 વાગ્યા પછી તમામ પાર્ટીપ્લોટ અને અર્વાચીન ગરબીઓ બંધ કરાવવા માટે પાટીદાર યુવા સેવા સંઘ-મોરબી દ્વારા જિલ્લા પોલીસ અધિક્ષકને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જણાવ્યું છે કે, નવરાત્રીનો પર્વ શરૂૂ થઈ રહ્યો છે અને મોરબી શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં અર્વાચીન ડિસ્કો-દાંડિયા અને પાર્ટીપ્લોટમાં ગરબીઓનું આયોજન કરવામાં આવે છે.

આ સ્થળોએ બહેન-દીકરીઓની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે અને અસામાજિક તત્વોની પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે રાત્રિના 12:00 વાગ્યા બાદ અર્વાચીન ગરબીઓ અને પાર્ટી પ્લોટ બંધ રહે તેવું જાહેરનામું બહાર પાડવા માંગ કરાઈ છે. પાટીદાર યુવા સેવા સંઘે સામાજિક હિતમાં આ અંગે યોગ્ય અને તાત્કાલિક નિર્ણય લેવા પોલીસ અધિક્ષકને અપીલ કરી છે.

Tags :
gujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement