બપોરની શાળાનો સમય સવારનો કરવા માગણી
રાજ્યમાં ઉનાળની શરૂઆતમાં જ ગરમીનો પારો છટકી ગયો છે અને 40 ડિગ્રી ઉપર તાપમાન નોંધાઇ રહ્યુ છે. ગરમી ભેજવાયો પવન ફેકતા આભમાંથી લુ વરસી રહી છે. માર્ચ અને એપ્રિલમાં ભયંકર તાપ પડવાની આગાહી હવામાન નિષ્ણાંતો દ્વારા કરવામાં આવી છે. એપ્રિલમાં પ્રાથમિક શાળાઓની પરીક્ષા લેવામાં આવશે તેમજ હાલ પણ શાળાઓ શરૂ હોય બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખી અને શાળાનો સમય સવારનો કરવા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજૂઆત કરાઇ છે.
મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ગરમીના પ્રમાણમાં એકદમ વધારો નોંધાયો છે અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. સવારે 11 કલાકથી જ ગરમીનું પ્રમાણ વધે છે. વિદ્યાર્થીઓ લૂ લાગવી અને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં અને શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે.
હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે બાબતે આગાહી ક2વામાં આવી છે. હાલ ઘણા જિલ્લાઓનું તાપમાન 40-41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થવાની આગાહી પણ કરી છે. ત્યારે ચાલુ વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવા2નો ક2વા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્ર-કચ્છમાં હિટવેવની આગાહી આપવામાં આવી છે. જેમા કચ્છ, મોરબી, ગાંધીનગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જૂનાઢનો સમાવેશ થાય છે. ત્યારે રાજકોટમાં પણ અમદવાદા મ્યુનિસિપલ કોર્પોરેશન જેવો નિર્ણય લઇ શાળાના સમયમાં ફેરફાર કરવો જોઇએ તેવી વાલીઓ અને શિક્ષક સંગઠનમાં માંગ ઉઠી છે.