ડાંગર કોલેજની માન્યતા રદ કરી તપાસ સમિતિ રચવા માગણી
વિદ્યાર્થીના આપઘાત પ્રકરણમાં ન્યાય આપવા NSUI દ્વારા કલેકટરને આવેદન પાઠવી રજૂઆત
રાજકોટ સ્થિત બી.એ. ડાંગર કોલેજ ફરી એકવાર વિવાદના કેન્દ્રમાં આવી છે. કોલેજમાં હોમિયોપેથીના બીજા વર્ષમાં અભ્યાસ કરતા ધર્મેશ કળસરિયા નામના વિદ્યાર્થીએ કોલેજ સંચાલકના વારંવાર ત્રાસથી કંટાળીને ઝેરી દવાનું ઈંજેક્શન લઈ જીવન ટૂંકાવ્યું.
ધર્મેશ કળસરિયાના પરિવારજનો દ્વારા જાણવા મળેલ કે કોલેજ સંચાલકો દ્વારા તેને સતત માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, વિદ્યાર્થીને પરીક્ષામાં પાસ કરવા કોલેજ સંચાલકોએ રૂૂપિયાની માગણી કરી હતી. જો કે પુરા પૈસા ન આપતા પરીક્ષામાંથી અધવચ્ચેથી કાઢી મૂકવામાં આવ્યો હતો, જેના કારણે તેણે આ અંતિમ પગલું ભરવાની ફરજ પડી. અમારું સ્પષ્ટપણે માનવું છે કે, કોલેજમાં નાણાં આપો અને પાસ થાઓ જેવી પ્રથા ચાલી રહી છે.
બી.એ. ડાંગર કોલેજ અગાઉ પણ અનેક વિવાદોમાં સપડાઈ ચૂકી છે. 2018થી શરૂૂ થયેલ આ કોલેજ પાસે શરૂૂઆતમાં તો કાઉન્સીલની મંજૂરી જ ના હતી.
જેના કારણે તે સમયના બેચના વિધાર્થીનું રજીસ્ટ્રેશન હજુ સુધી થયેલ નથી, જેના કારણે વિધાર્થીઓ હજુ સુધી હેરાન પરેશાન થઈ રહ્યા છે. આ બાબતના સંપૂર્ણ જવાબદાર બી.એ.ડાંગર કોલેજના સંચાલકો છે. આ ઉપરાંત ગત વર્ષે હોમિયોપેથી આયોગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી જેના સંદર્ભે બી. એ.ડાંગર હોમિયોપેથી મેડિકલ કોલેજમાં પ્રોફેસર, હોસ્પિટલમાં ડોકટર અને દર્દી પણ ડમી હોવાનો ખુલાસો થયો હતો.
ભૂતકાળમાં અમાન્ય કોલેજ હોવા છતાં કોની રહેમ નજર હેઠળ આ કોલેજ હજુ સુધી શરૂૂ છે. આ અંગે તપાસ કરવામાં આવે. તાત્કાલિક ધોરણે આ કોલેજને ગેરલાયક ઠેરવી કોલેજની માન્યતા રદ કરવામાં આવે. વિધાર્થીના આપધાત અંગે કમિટી ગઠિત કરી તપાસ હાથ ધરવામાં આવે. કૌભાંક સાથે સંકળાયેલ તમામ દોષીતોને કડક સજા આપવામાં આવે. આ ચાર માંગો ગુજરાત પ્રદેશ ગજઞઈં દ્વારા કરવામાં આવે છે. જો આવે દિવસોમાં અમારી માંગો સ્વીકારવામાં ન આવે તો વિધાર્થી તેમજ વાલીઓને સાથે ઉગ્રથી ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારવામાં આવી છે.