45 પૈસાના વધારા સાથે આપેલ વીજબીલ રદ કરવા માગણી
વિવિધ દેશમાં નાણા ફસાતા નાના ઉદ્યોગકારો પર ડબલ ભારણ બોઝરૂપ: રાજકોટ ચેમ્બરની ઉર્જામંત્રીને રજૂઆત
રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ વી.પી વૈષ્ણવ દ્વારા ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા તથા ડોદર્શિતાબેન શાહને સાથે રાખી રાજયના ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈજીની ગાંધીનગર ખાતે રૂૂબરૂૂ મુલાકાત લઈને ભારપુર્વક રજુઆત કરવામાં આવેલ કે, હાલમાં પી.જી.વી.સી.એલ. કચેરી દ્વારા LT કનેક્શન ધારાવતા નાના ઉદ્યોગો ઉપર ઈલેક્ટ્રોક બીલમાં પાછળથી જુન - 2024 થી જુન - 2025 સુધીનો પીક અવર્સના (એટલે કે સવારે 7 થી 11 અને સાંજના 18 થી 22 વચ્ચેના) LTMD પાવર વપરાશ ઉપર યુનિટ દીઠ-45 પૈસાના વધારાનો ચાર્જ ગણી મસમોટા વધારાના બીલ ઈશ્યુ કરેલ છે.
આ વધારો ઉદ્યોગકારોને કોઈપણ જાતની અગાઉ જાણ કર્યા વગર અચાનક જ કરેલ હોય ઉદ્યોગકારોમાં ઘેરાશોક અને આઘાતજનક લાગણી પ્રસરી છે અને તેમા વિસંગતતા પણ ઉદભવી રહી છે. વધુમાં 40 KVA ઉપરના કનેકશન ઉપર જે એવરેજ બીલ આપેલ છે તે ગેર વ્યાજબી છે. તેમજ હાલના એવા કોઈ મીટર નથી કે જે કલાકો-કલાકના મોનીટરીંગ કરી શકે. તેથી આ એવરેજ બીલના કારણે ઘણા નાના ઉદ્યોગોને હજારો રૂૂપીયાનું આર્થિક ભારણ ભોગવવું પડે તેમ છે. હાલ મંદીના માહોલમાં કેન્દ્ર તથા રાજ્ય સરકાર દ્વારા ખજખઊ ઉદ્યોગોને ખુબ પ્રોત્સાહિત કરી રહી હોય ત્યારે આ નિર્ણય લેવો ખુબ જ અયોગ્ય લાગે છે. હાલમાં ઘણા દેશોની અંદરો-અંદર લડાઈ ચાલી રહી છે. જેનાથી નાના ઉદ્યોગકારોના પૈસા ફસાયેલ હોય તેમજ ઘણાં ઓર્ડરો રદ થયેલ હોય આવી આ કપરી પરિસ્થિતીમાં આવા બિલો આપવા અયોગ્ય છે. તેવુ અમારૂૂ સ્પષ્ટપણે માનવું છે અને આ કોઈપણ સંજોગોમાં શકય બને તેમ નથી.
આ અંગે ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈજીએ જણાવવેલ કે, ઉદ્યોગકારોને આવા બીલની ભરપાઈ કરવા માટે હપ્તાની વ્યવસ્થા કરી આપીએ પરંતુ પ્રમુખ વી.પી વૈષ્ણવએ જણાવેલ કે, વર્તમાન પરિસ્થિતી તથા હાલની મંદીના માહોલમાં હપ્તાની વ્યવસ્થા પણ ઉદ્યોગકારો માટે ફટકાર રૂૂપ ગણાશે. અમારૂૂ એવું સ્પષ્ટપણે માનવું છે કે આવા બીલ રદ થવા જોઈએ. તેથી જયા સુધી આનુ કોઈ નકકર નિરાકરણ ન આવે ત્યાં સુધી કોઈપણ સંજોગોમાં આ નિર્ણયની અમલવારી મુલત્વી રાખવી તેમજ ઉદ્યોગકારોને આવા ભીલ ભરપાઈ કરવાનું દબાણ કરવુ નહી. જેથી ખરા અર્થમાં રાજય સરકાર દ્વારા ઉદ્યોગકારોના હિતમાં નિર્ણય લીધેલ ગણી શકાય અને મંદીના માહોલમાં ઉદ્યોગકારો માટે એક આશાનું કિરણ બની રહેશે તેવી ધારદાર રજુઆત કરવામાં આવેલ હતી. તેમ રાજકોટ ચેમ્બરના પ્રમુખ વી.પી. વૈષ્ણવની અખબારી યાદીમાં જણાવેલ છે.