નવલખી બંદરે જેટી બનાવી સ્ટોરેજ અને નિકાસ વ્યવસ્થા કરવાની માંગ
ક્ધટેનર અને લોડીંગ સુવિધા સાથે વ્હારફેજ ચાર્જ ઘટાડવાની માગણી
મોરબી સીરામીક, પેપરમીલ, સેનેટરી વેર્સ, ધડીયાલ, પોલીપેક, સોલ્ટ, ઓટોમોબાઈલ્સ (રાજકોટ) ટેક્ષટાઈલ/કોટન, વિગેરે ઉદ્યોગોને, ગ્લોબલ માર્કેટ માં ટકી રહેવા માટે નવલખી બંદરે ઓછામાં ઓછા 12 મીટરના ઉડા દરીયાઈ પાણી મળી રહેતા હોય તે જગ્યાએ જેટી નું નિર્માણ કરવું જોઈએ અને ક્ધટેનર લોડીંગ અને લોડીંગ ની સુવિધા ઉપલબ્ધ કરવી જોઈએ, જેથી હાલે મોરબી થી સીરામીક વિગેરે તેમજ રાજકોટ થી ઓટોમોબાઈલ્સ તેમજ અન્ય ના ક્ધટેનરો હાલે કંડલા અને મુન્દ્રા પોર્ટથી આયાત નીકાસ થાય છે તેના બદલે નવલખી થી થાય તો ઉધોગકારોને લોજીસ્ટીક ચાર્જીસમાં ઘટાડો થાય અને ગ્લોબલ માર્કેટમાં ટકી રહે અને ઉધોગ ધંધાનો વિકાસ થાય.
નવલખી બંદર ઉપર હાલે પ્રાઈવેટ જેટી ના વ્હારફેજ ચાર્જ પોર્ટ (જી એમ બી) ની જેટી કરતા 80 ટકા વ્હારહેજ ચાર્જ વધારે વસુલ કરવામા આવે છે. કારણ કે પ્રાઈવેટ જેટી ના સ્ટેક હોલ્ડરના અગ્રીમેન્ટ મા દર 3 વર્ષે 20 ટકાનો વધારો કરવામા આવે છે. તે બંધ કરવો જોઈએ. અને જી.એમ.બી. જેટી ઉપર લાગુ પડતુ બારહેજ ચાર્જ અને પ્રાઈવેટ જેટીના વ્હારહેજ ચાર્જીસ સરખા કરવામાં આવેતો નવલખી પોર્ટ ઉપર આયાત નિકાશ મા વધારો થશે.