બગસરાના લુંઘિયા ગામ આસપાસના વિસ્તારોમાં અસામાજિક પ્રવૃત્તિ કરતી ગેંગને પકડવા માંગ
લુંઘિયા, ભંડેર અને મોણવેલ ગામના ખેડૂતોની મીટિંગ મળી
બગસરા તાલુકાના લુંઘીયા ગામે ખૂબ મોટી સંખ્યામાં મિટિંગ મળી હતી જેમાં ગામની હદમાં રહી ત્રણ ગામના સીમાડામાં અસામાજિક પ્રવૃત્તિ ગેંગને પકડવા માટે પગલા લેવા માંગ કરવામાં આવી છે.
મળેલ માહિતી મુજબ થોડા દિવસો પૂર્વે બગસરા તાલુકાના લૂંઘીયા ગામે રહેતા ખેડૂત રમેશભાઈ નાથાભાઈ બાવીસીયા પોતાના ખેતરે જઈ રહ્યા હતા ત્યારે અજાણ્યાશકસો દ્વારા તેના ખેતરમાં બકરા ચરાવવાના મુદ્દે ઉગ્ર બોલેચાલી બાદ બકરા ચરાવવાના ઇરાદે આવેલા જીગુડો દેવીપુજક, અને બહાદુર દેવીપુજકે ખેડૂત પર કુહાડીના ઘા મારી હુમલો કર્યો હતો. જોકે નસીબજોગ સમયસર સારવાર મળી જતા ખેડૂત બચી ગયો હતો પરંતુ હુમલાખોરો દ્વારા અગાઉ અને ખેડૂતો સાથે આવી માથાકૂટો કરેલ હોય લૂંઘીયા ગામમાં ભાડેર તથા મોણવેલ ગામના લોકોની મળેલી એક મિટિંગમાં નક્કી કરી બગસરા પોલીસને રજૂઆત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર વિસ્તારમાંથી અહીં આવી ત્રણ ગામને હેરાન કરતા આ ગેંગના સભ્યો વિરુદ્ધ આ સામાજિક પ્રવૃત્તિ કરવા બદલ કડકમાં કડક કાર્યવાહી કરી સજા થાય તેવી માંગ કરેલ છે.