રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ગુજરાતમાં પણ અફીણની ખેતીને મંજૂરી આપવા માંગ

01:45 PM Nov 21, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ગુજરાત ખેડૂતો ખેતી ક્ષેત્રે ખુબ જ પરેશાન છે રોક્ડ્યા પાકો ધીમે ધીમે ઓછા થતા જાય છે. જેથી ખેડૂતો આર્થીક બેહાલ થઇ રહ્યા છે. જેથી તેઓને પણ અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવે તેવી માંગ સાથે જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો.

જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું કે, મધ્ય પ્રદેશમાં અમુક વિસ્તારમાં સરકારની પરમીશનથી અફીણની ખેતી કરવાની પરવાનગી આપવામાં આવી છે. ગુજરાતમાં પણ વાતાવરણ મધ્યપ્રદેશના જેવું જ છે. જમીન પણ તે પ્રકારની જ છે. જેથી ગુજરાતમાં અફીણની ખેતી સમભાવ છે. તો ગુજરાતના ખેડૂતોને અફીણની ખેતી કરવાની પરવાનગી સરકારી દેખરેખ નીચે આપવામાં આવે તો ખેડૂતોને ફાયદો થાય. તેમ જનરલ સેક્રેટરી ઇન્ટર નેશનલ હ્યુમન રાઈટ એસોસિયેસનના ગુજરાત પ્રમુખ કે.ડી. બાવરવા દ્વારા મુખ્યમંત્રીને લખવામાં આવેલ પત્રમાં જણાવવામાં આવ્યું હતું.

Tags :
Agriculturegujarat
Advertisement
Next Article
Advertisement