ગુજરાતમાં રહેતા પરપ્રાંતિય મજૂરોને સ્વેચ્છાએ મતદાર યાદીમાં નામ રાખવા દેવા માંગ
જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલા અને ભુતપુર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ દ્વારા ચીફ ઈલેકશન કમિશનર, જ્ઞાનેશકુમારને પત્ર લખી પ્રરપ્રાંતિય મજુરોને મતદાર યાદીમાં કયા રાજયમાં નામ રાખવું તે બાબતે યોગ્ય ટેકનોલોજી વાપરી તક આપવા માંગ કરાઇ છે.
નામદાર સુપ્રિમ કોર્ટ દ્વારા ચૂંટણી પંચને નોટિસ ઈસ્યુ કરી બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધી કાઢવા સોફ્ટવેર ટેકનોલોજી ઉપલબ્ધ હોવા છતાં તેનો ઉપયોગ કેમ કરવામાં આવતો નથી બાબતે 26 નવેમ્બર, 2025ના રોજ જવાબ રજૂ કરવા આદેશ. રાજ્ય ચૂંટણી પંચ બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા ઉપલબ્ધ સોફટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરે. આ અંગે પત્રમાં જણાવ્યું છે કે, ચૂંટણી પંચ સોફ્ટવેર ટેકનોલોજી દ્વારા મતદારયાદીઓ શુદ્ધ કરવાની પ્રક્રિયા સહેલાઈથી પૂર્ણ કરી શકે છે.
ચૂંટણી પંચની ગાઈડ લાઈન મુજબ બે સ્થળે મતદાર તરીકે નામ જણાઈ આવતા જેલની સજા અને દંડની જોગવાઈ છે. તેવા સમયે જયારે રાજ્ય ચૂંટણી કમિશન પાસે મતદારયાદીમાંથી બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા માટેની સોફટવેર ટેકનોલોજી ઉપલબ્ધ છે ત્યારે ચૂંટણી પંચની નિષ્ક્રિયતા અને લાલિયાવાડીનો નિર્દોષ મતદાતાઓ જટિલ કાનૂની પ્રક્રિયાનો ભોગ ના બને માટે રાજયમાં બે સ્થળે નામ ધરાવતા વિશેષ કરીને પરપ્રાંતિય મતદારોની ચુસ્ત ચકાસણી કરી તેમના સંવૈધાનિક અધિકાર મુજબ સ્વેચ્છાએ કોઈપણ એક રાજ્ય કે સ્થળની મતદારયાદીમાં તેમના નામ યથાવત રાખી અન્ય મતદારયાદીમાંથી કમી કરી સપ્ત કાનૂની કાર્યવાહીથી રક્ષણ આપવામાં આવે.
સુપ્રિમ કોર્ટે પણ ગત સપ્તાહે એસઆઇઆર બાબતે સુનાવણી દરમ્યાન ચૂંટણી પંચને સભ્ય ટિપ્પણી દ્વારા વેધક પ્રશ્ન કર્યો છે કે બે સ્થળે નામ ધરાવતા મતદારોને શોધવા માટેનું સોફ્ટવેર ઉપલબ્ધ હોવા છતાં કયા કારણોસર સોફ્ટવેર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવતો નથી. નામદાર સુપ્રિમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ પાઠવી સોફ્ટવેરના ઉપયોગ કરવા બાબતે 15 દિવસનો સમય આપી 26 નવેમ્બરના રોજ પોતાનો જવાબ રજૂ કરવા નિર્દેશ આપ્યો છે.
