મોરબીને લાંબા અંતરની ટ્રેનો ફાળવવા માગણી
મોરબીમા આજે રેલ્વે સ્ટેશન ખાતે નવા બનેલા ટ્રેડ સેન્ટરના ઉદ્ઘાટનને મુલાકાત એ આવેલા રેલ્વેના જનરલ મેનેજર વિવેક કુમાર ગુપ્તાને મોરબી સિરામિક એશોસીએશન દ્વારા પ્રમુખ. હરેશભાઈ બોપલીયા. સંદીપ કુંડારીયા અજયભાઈ મારવણીયા તેમજ મોરબી ચેમ્બર્સ ઓફ કોમર્સના પ્રમુખ જયંતીભાઈ પટેલ એ.ઉધોગકારોને ટ્રાફિક પ્રશ્ને પડતી મુશ્કેલી હલ કરવા મોરબીના રફાળેશ્વર પાસેનુ 21 નંબરનુ રેલ્વે ફાટક પહોળુ કરવા તેમજ મોરબી સિરામિક ઉદ્યોગ મા કામ કરતા વિવિધ રાજ્યોના પરપાંત્રિ મજુરો માટે લાંબા અંતરની ટ્રેન ચાલુ કરવા તેમજ ભુજને ગાંધીધામથી વાયા હળવદથી ચાલતી ભુજ બરેલી.
કામખીયા સહીતની લાંબા અંતરની ટ્રેનોને વાયા મોરબી થી ચલાવા માંગ કરી ઉગ્ર રજૂઆત કરી હતી સાથે પત્રકાર એશોસીએશન મોરબી દ્વારા પ્રમુખ સુરેશભાઈ ગોસ્વામી સહીત પત્રકારો એ રેલ્વે જનરલ મેનેજર ને આવેદન પત્ર પાઠવી મોરબીને લાંબા અંતરની ટ્રેન તેમજ કચ્છ માથી ભુજને ગાંધીધામથી વાયા હળવદ થઈને દોડતીને વિવિધ રાજ્યો મા જતી લાંબા અંતરની ટ્રેન. તેમજ મુંબઈને અમદાવાદની ડેયલી ટ્રેનને વાયા મોરબીથી ચલાવા માંગ કરીને ઉગ્ર રજુઆત કરી હતી.
રેલ્વે મેનેજરને જણાવ્યુ હતુ કે મોરબીનુ રેલ્વે સ્ટેશન મહીને રેલ્વેને 50 કરોડની આવક મીઠું, કોલસા,ે સિરામિક ટાઈલસનુ માલગાડીનુ પરિવહન કરવા આપે છે છતા મોરબીની પ્રજાને સિરામિક ઉદ્યોગના 5 લાખ મજુરોને લાંબા અંતરની ટ્રેન આપવા અન્યાય કેમ કરો છો.
શુ મોરબીનુ રેલ્વે સ્ટેશન 10 કરોડના ખર્ચે નવુ બન્યુ છે આ સ્ટેશન મા માત્ર બે ડબ્બાની મોરબી વાકાંનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેનની સિવાય કોઈ ટ્રેન સુવિધા નથી મોરબીનુ રેલ્વે સ્ટેશન માત્ર માલગાડી દોડાવા રાખીયુ છે. મુસાફરો માટે નહી .સહીત સવાલોનો મારો જનરલ મેનેજર પર કરીયો હતો આ અંગે રેલ્વે જનરલ એ રજુ થયેલા પ્રશ્નો બાબતે હકારાત્મક વલણ દાખવીયુ હતુ મોરબીને વધુ રેલ્વે સુવિધાઓ મળે એવી આશા વ્યક્ત કરી હતી