નોકરીના પાંચ વર્ષ બાકી હોય તેવા પ્રોફેસરોની બદલી નહીં કરવા માગણી
04:56 PM Jul 10, 2025 IST | Bhumika
રાજ્ય સરકારની વિનયન, વાણિજય, વિજ્ઞાન વગેરે કોલેજોમાં એક જ જગ્યાએ પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ બજાવતાં અધ્યાપકોની બદલી કરવાનો નિર્ણય કરવામાં આવેલ છે. આ નિર્ણયમાં ફેરફાર કરી જેમની પાંચ વર્ષની નોકરી બાકી હોય તે અધ્યાપકોની બદલી ન કરવામાં આવે.
Advertisement
જોે તે અધ્યાપક બદલી માટે માંગણી કરે તો જ કરવી જોઈએ. કેમ કે, નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતાં, કયારેય લાંચ ન લેતા અધ્યાપકની બદલી કરી કોનું ભલું થવાનું છે ? જે અધ્યાપકની પાંચ વર્ષની નોકરી બાકી હોય તે બિમાર હોય છે. મોટે ભાગે દવા ઉપર જીવાં હોય છે તેમને પરિવારથી અલગ કરવો કેટલું યોગ્ય છે ? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ‘શિક્ષકની બદલી માગણી વગર ન કરવી’ તેમ સ્પષાટ જણાવે છે. અધ્યાપકોની બદલી ન કરવાથી સમાજનું ભલુ થશે અને સરકારને આર્થિક ફાયદો થશે. તેમ સામાજિક કાર્યકર કમલેશ માંકડ દ્વારા સરકારમાં રજૂઆત કરાઈ છે.
Advertisement
Advertisement