ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવા રાજકોટમાં માંગ
ગૌરક્ષક સેના દ્વારા કલેક્ટરને આવેદન પાઠવી રજૂઆત
મહારાષ્ટ્રમાં ગૌ માતાને રાષ્ટ્ર માતાની દરરોજ આપ્યા બાદ અનેક રાજ્યોમાં ગૌ માતાને રાજ્યમાતા જાહેર કરવાની માંગ ઉઠી છે. ત્યારે ગુજરાતમાં પણ ગૌ માતાના રાષ્ટ્રમાતા જાહેર કરવા માટેની માંગ ઉઠી છે. કલેકટર ઓફિસ ખાતે રાજકોટ જિલ્લા ગૌરક્ષક સેના આગેવાનો દ્વારા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી .આગામી સમયમાં ગૌમાતાને રાષ્ટ્રીય માતા જાહેર કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ગૌરક્ષક સેનાના માલદેવભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાષ્ટ્ર માતા જાહેર કરવી જોઈએ, ચારેય મડના શંકર આચાર્ય દ્વારા આવનારી 16 તારીખના રોજ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગૌમાતા ને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળે તને લઇને બધા ગૌરક્ષક પ્રેમીઓ સાથે મળી વહેલી તકે ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરે તેવો પ્રયાસ કરીશું. અને જો જાહેર કરવામાં નહિ આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.