For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી

12:12 PM Sep 18, 2025 IST | Bhumika
કોડીનાર પંથકમાં દારૂબંધીના કડક અમલની માગણી

કોડીનાર તાલુકાના ગામડે ગામડે દેશી વિદેશી દારૂૂની છોળો ઉડી રહી છે અસામાજિક તત્વો માજા મૂકી રહ્યા છે. ભદ્રસમાજના લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. થોડા સમય પહેલા સોરઠ મહિલા સંગઠન મંડળ દ્વારા દારૂૂબંધીના પગલાં લેવા રજૂઆતો થઈ ત્યાર પછી બરડા ગામના આવારા તત્વોના જાહેરમાં દારૂૂ વેચવા પીવાના અને દારૂૂડિયાઓના જાહેરમાં આળોટવાના વિડીયો વાયરલ થયા પછી કોડીનારના કડોદરા ગ્રામજનોએ પણ તંત્રને આવેદનપત્ર પાઠવી દારૂૂ જુગારની બધી બંધ કરવા રજૂઆતો કરી પછી પણ સ્થાનિક તંત્ર કુંભકરણની નિંદ્રામાં છે અને રોમ ભડકે બળતું હતું ત્યારે ત્યાંનો સમ્રાટ નીરો આરામથી વાંસળી વગાડતો હતો તેમ કોડીનારનું સ્થાનિક પોલીસ તંત્ર સબ સલામતની છડી પોકારીને પોકારી રહી છે કોડીનારના એક પછી એક ગામડાના લોકો હવે દારૂૂ વેચનાર સામાજિક તંત્રથી તંગ આવી જઈને તંત્રને રજૂઆતો કરતા રહ્યા છે ત્યારે કોડીનારના બાવાના પીપળવા ગ્રામજનો એ પણ કેમિકલ યુક્ત ઝેરી દારૂૂ તેમના ગામમાં વેચાતું હોવાનું અને તેના રવાડે યુવાનો બરબાદ થતા હોવાનું જણાવીને આવા તત્વોની સામે કડક હાથે કામ લેવા માંગણી કરતું એક આવેદનપત્ર પાઠવતા ચકચાર જાગી છે.

Advertisement

ગ્રામજનોએ આવેદનપત્રમાં જણાવ્યું છે કે, બાવાના પીપળવા ગામમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે, જેના કારણે ગામનું સામાજિક વાતાવરણ ડહોળાઈ રહ્યું છે. ખાસ કરીને કેમિકલયુક્ત દેશી દારૂૂના વેચાણથી યુવાધન અને સમાજ પર નકારાત્મક અસર પડી રહી છે.

આ દારૂૂના કારણે સ્વાસ્થ્યને પણ ગંભીર નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી છે. ગ્રામજનોએ આશા વ્યક્ત કરી છે કે, ગીર સોમનાથના પોલીસ વડા જેવા જાંબાજ અને બાહોશ અધિકારીની આગેવાની હેઠળ આવા અસામાજિક તત્વો સામે કડકમાં કડક પગલાં લેવાશે.આ રજૂઆતની નકલ ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કોડીનારના ધારાસભ્ય પ્રદ્યુમન વાંઝા, ગીર સોમનાથના કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક (જઙ), કોડીનાર પી.આઈ., અને મામલતદારને પણ મોકલવામાં આવી છે. આ આવેદનપત્રમાં પસમસ્ત બાવાના પીપળવા ગ્રામજનોથ દ્વારા સહકારની અપેક્ષા સાથે સહી કરીને આ સમસ્યાનું નિવારણ લાવવા વિનંતી કરવામાં આવી છે.

Advertisement

ગ્રામજનોની આ રજૂઆતથી સ્થાનિક તંત્રમાં હલચલ મચી ગઈ છે અને પોલીસ તંત્ર દ્વારા આ બાબતે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. આ લેખિત અરજી પરથી સ્પષ્ટ થાય છે કે, બાવાના પીપળવા ગામના લોકો હવે શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણ ઈચ્છી રહ્યા છે અને તે માટે ઉચ્ચ અધિકારીઓનું ધ્યાન દોરી રહ્યા છે.ત્યારે હવે તંત્ર લોકો ની શાંતિ ની માંગણી લક્ષ માં રાખી શું પગલા ભરે તે જોવું રહ્યુ.

Advertisement
Tags :
Advertisement
Advertisement