રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

જાફરાબાદમાં પત્રકાર ઉપર હુમલાના પ્રકરણમાં કડક પગલાં લેવાની માંગ

12:17 PM Jan 22, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement

જાફરાબાદ ખાતે પત્રકાર ઉપર રાગદ્વેષ રાખી હુમલો કરતા તત્વો ના વિરુદ્ધ માં પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદ ના તમામ પત્રકારો દ્વારા મામલતદાર કચેરી એ આવેદનપત્ર આપવામાં આવતા ટાઉન પોલીસ ટીમ દ્વારા સાતેક તત્વો ને ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

Advertisement

પત્રકાર ઉપર થયેલ હુમલા ના વિરુદ્ધ માં જાફરાબાદ ના તમામ પત્રકારો મામલતદાર કચેરી એ ગયા હતા અને હુમલો કરનાર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવા માટે આ આવેદનપત્ર માં જણાવેલ છે. આજરોજ તા/21/01/2025 ના રોજ તમાંમ પત્રકારો સાથે મળીને મામલતદાર શ્રી ને આવેદનપત્ર પાઠવ્યું છે. પત્રકારત્વ લોકશાહી નું ચોથું થંભ હોય પત્રકાર જનતા જનાર્દન ની વેદના અને વાસા આપતા હોય છે. તંત્ર અને સરકારના જનતા જનાર્દન ના પાન પ્રશ્નો અખબાર ના અને સોશિયલ મીડિયા ના માધ્યમથી રજૂ કરતાં હોય છે. પરંતુ જાફરાબાદ ખાતે ઘણા સમય પહેલા દરિયાઈ ખાડીમાં પર્યાવરણ અને દરિયાઈ જીવસૃષ્ટિ અને મેન્ગૃવ્સ વૃક્ષોનું નિકંદન થતું હોય ત્યારે પત્રકાર દ્વારા આ બાબતની પ્રેસ નોટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હોય તેનો રાગદ્વેષ રાખી પત્રકાર સાથે ફરતા મિત્રો સાથે પણ આ તત્વો ધાકધમકી તથા મારકુટ તથા માંરી નાખવા ની ધાકધમકી ઓ આપતા હોય અને અગાઉ પણ મિત્ર ઉપર હુમલો કરવામાં આવેલ.

પત્રકાર સાથે પણ તા/17/01/2025 ના રોજ પત્રકાર ઉપર હુમલો તેમજ તેઓના વાહન માં બાળકો પણ હોય ત્યારે આ આરોપી એ પોતાની બાઇક પત્રકાર ની બાઈક સાથે ટકારવી તે રીતે બેફામ ચલાવી અથડાવી તેઓએ વાહન કંટ્રોલ કરી લીધેલ અને સદરહુ આરોપી એ પોતાની બાઇક પત્રકાર ના બાઈક ની આગળ રાખી મનફાવે તેમ ગાળો બોલવા લાગેલ અને આરોપી એ ફોન કરી તેઓના મિત્રો ને બોલવા સાતેક શખ્શો આવી પત્રકાર નેં ગોંધી રાખવામાં આવતા તમામ શખ્સો વિરુદ્ધ મામલતદાર સાહેબ ને આવેદનપત્ર આપવામાં આવતા સ્થાનિક પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર સાહેબ દ્વારા ગંભીરતા લેવામાં આવતા સાતેક શખ્સો ની ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ આવેદનપત્ર આપવા જતા તમામ પત્રકારો સાથે હરેશભાઇ બાંભણીયા એટવોકેટ પણ ઉપસ્થિત રહ્યા હતા આ આવેદનપત્ર પ્રેસ ક્લબ ઓફ જાફરાબાદના તમાંમ પત્રકારો માં વરિષ્ઠ પત્રકાર એચ.એમ.ઘોરી, તથા બાબુભાઈ વાઢેળ, તથા અકબરભાઈ સૈયદ, તથા કાળુંશા કનોજીયા, તથા ભરતભાઈ બારૈયા, તથા કિશોરભાઈ આર. સોલંકી, તથા ફિરોઝ ખાન પઠાણ, તથા મહેશભાઈ રાજ્ય ગુરુ, તથા રસુલ ખાન પઠાણ, તથા દાઉદભાઈ કરૂૂડ, તથા ઈમરાનભાઈ હુસેનભાઇ શેખ, મહેશભાઈ બારૈયા, ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું

Tags :
gujaratgujarat newsjafrabadJafrabad NEWS
Advertisement
Advertisement