દારૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા માંગ
શહેર મહિલા કોંગ્રેસ સમિતિએ પોલીસ કમિશનરને પાઠવ્યું આવેદન
આજરોજ રાજકોટ શહેરમાં શહેર કોંગ્રેસ સમિતિ અને મહિલા કોંગ્રેસ સમિતિના આગેવાનીમાં રાજકોટ શહેર પોલીસ કમિશનરને રાજ્ય સરકારની મીઠી નજર હેઠળ ચાલતા દારૂૂના અડ્ડા અને ડ્રગ્સ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવા સો થી વધુ કોંગ્રેસના આગેવાનો દ્વારા રાજકોટ શહેર પોલીસ કમિશનરને વિસ્તૃત આવેદનપત્ર આપવામાં આવ્યું હતું
કાર્યક્રમમાં રાજકોટ શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ડો. રાજદિપસિંહજી જાડેજા, મહિલા કોંગ્રેસ સમિતિના પ્રમુખ દીપ્તિબેન સોલંકી, અતુલ રાજાણી, જશવંતસિંહ ભટ્ટી, વશરામભાઈ સાગઠીયા, કોમલબેન હરેશભાઈ ભારાઈ, મનીષાબા વાળા, ડી પી મકવાણા, સલીમભાઈ કારિયાણીયા, મનીષાબા વાળા, બિંદીયાબેન તન્ના, જીગ્નેશ બોરડ, દિલીપભાઈ આસવાણી, કંચનબેન વાળા, મેરૂૂમબેન કુરેશી, જયાબેન ચૌહાણ, પુનમબેન રાજપૂત, કૃષ્ણદત રાવલ, રણજીત મુંધવા, વૈશાલીબેન સિંદે, દીપુબેન રવૈયા, સંજયભાઈ લાખાણી, ઈબ્રાહીમ સોરા, ગજેન્દ્રસિંહ ઝાલા, ગીરીશભાઈ પટેલ, ધર્મેશ સોલંકી, જગુભા જાડેજા, ગૌરવ પુજારા, જલ્પેશ વાઘેલા, પૂનમબેન રાજપૂત, મયુરભાઈ શાહ, વિજયસિંહ જાડેજા સહિતના કાર્યકરો આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.