નવી શરૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુર ખાતે સ્ટોપેજ આપવાની માંગ
વેપારી મંડળે ભાવનગર રેલવે ડિવિઝનને આવેદનપત્ર આપ્યું
બોટાદ જિલ્લાના રાણપુર શહેર એક તાલુકા કક્ષાનું ગામ છે 30,000 કરતાં વધુ વસ્તી ધરાવતું રાણપુર ગામ છે. રાણપુર શહેરમાં તાલુકા સહિત આસપાસના 70 જેટલા ગામોને જોડતો રાણપુર તાલુકો છે ત્યારે રાણપુર શહેરમાં રેલ્વે સ્ટેશન ખાતે રેલવે વિભાગ દ્વારા લાંબા અંતરની ટ્રેનોને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવતુ નથી હાલ રેલ્વે વિભાગ દ્વારા ભાવનગર-અયોધ્યા નવી ટ્રેન શરૂૂ કરવામાં આવી છે આ ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવ્યો નથી ઉદ્યોગ ક્ષેત્રે રાણપુર નું વિશ્વ લેવલે નામ છે મોટા ઉદ્યોગો રાણપુર શહેરમાં આવેલા છે.ત્યારે આ નવી શરૂૂ થયેલી ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવાની માંગ સાથે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલ્વે ડિવિઝન ને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
રાણપુર વેપારી મંડળના આગેવાનોએ તેમજ ગામ લોકોએ રાણપુર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટેશન માસ્તરને આવેદનપત્ર આપ્યું છે રાણપુર શહેરના અને પંથકના અને તાલુકાના લોકો ભગવાન શ્રીરામના દર્શન કરવા માટે અયોધ્યા જવા માંગતા હોય છે અને મોટી સંખ્યામાં લોકો અયોધ્યા જતા હોય છે સાથે આ ટ્રેન અજમેર થઈને જતી હોય મુસ્લિમ લોકોને પણ અજમેર જવા માટે સરળ બની શકે છે ત્યારે આ ટ્રેનને જો રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવે તો હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકોને અજમેર જવા માટે તેમજ અયોધ્યા જવા માટે આ પંથકના લોકોને વધુ સરળતા રહે કારણ કે રાણપુરમાં એક પણ લાંબા અંતરની ટ્રેનને સ્ટોપેજ નથી ત્યારે રાણપુર વેપારી મંડળ દ્વારા ભાવનગર રેલ્વે ડિવિઝનને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આ ભાવનગર-અયોધ્યા ટ્રેનને રાણપુરમાં સ્ટોપેજ આપવામાં આવે અને જો આ ટ્રેનને રાણપુર રેલ્વે સ્ટેશન ખાતે સ્ટોપેજ આપવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવામાં આવશે અને રાણપુર બંધનું એલાન પણ આપવાની વેપારી મંડળે ચીમકી ઉચ્ચારી છે.