અકસ્માતમાં મૃત્યુ પામનાર હેલ્મેટધારક વાહનચાલકને 15 લાખની સહાય આપવા માંગ
લોક સંસદ વિચાર મંચના ગજેન્દ્રસિંહ ઝાલા, એડવોકેટ ઈન્દુભા રાઓલ, દિલીપભાઈ આસવાણી, નાગજીભાઈ વિરાણીની સંયુક્ત યાદી જણાવે છે કે છેલ્લા ત્રણ ચાર માસથી રાજકોટમાં આઠમી સપ્ટેમ્બર થી ટુ વ્હીલર્સ ચાલકો માટે ફરજિયાતપણે હેલ્મેટ નો કાયદા ની અમલવારી ફરજિયાત કરાશે એવી શેખી મારી હતી અને વખતો વખત પોલીસે આ પ્રકારના નાટકો પોલીસ અગાઉ પણ અનેક વખત કરી ચૂકી છે. પ્રજાને હેરાન કરી છે. પોલીસ તંત્રનું કામ એ કાયદો અને વ્યવસ્થાની તકેદારી રાખવાનું કામ છે. અને ટ્રાફિક નિયમન જાળવવાનું અને ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનું કામ છે પરંતુ પોલીસ જાણે ટુ વ્હીલર્સ ચાલકો આતંકવાદી હોય એ પ્રકારે આઠમી સપ્ટેમ્બરે પ્રજા ઉપર જે જુલ્મ ગુજારવામાં આવ્યો તેનાથી પ્રજા રોષે ભરાઈ અને પોલીસ અને પ્રજા વચ્ચે ભારે ઘર્ષણ થયું તેનાથી લોકરોષ ભભૂકયો યુવા એડવોકેટો અને નાગરિક હેલ્મેટ સમિતિ મેદાનમાં આવી જેને પગલે હેલ્મેટ મામલે ભર ઊંઘમાં રહેલા ધારાસભ્યો સફાળા જાગી ગયા. અને ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીને બદલે ગૃહ મંત્રી હર્ષ સંઘવી સમક્ષ પ્રજાની વેદના ઠાલવી.
રાજકોટમાં શહેર પોલીસ કમિશનર જાણે કે મુખ્યમંત્રીને વ્હાલા થવા દોડ લગાવવી હોય એ પ્રકારે લાખો નો દંડ વસૂલી લેવામાં આવ્યો અને બીજા દિવસે પોલીસ ગુલાબો દેવા નીકળી. અમારુ સૂચન એ છે કે પોલીસે પ્રથમ દિવસે હેલ્મેટ ન પહેરનાર વાહન ચાલકોની પાસેથી ₹500 ના દંડ વસૂલ્યા અને એ ₹500 માંથી હેલ્મેટ પહેરી નીકળનાર નાગરિકને ગુલાબ દેવાને બદલે ₹100 આપવા જોઈએ તેમ છતાં સરકારને તો ₹400 નો ફાયદો હતો જ. સરકારને દરેક નાગરિકના માથાની કિંમત હોય તો શહેરમાં સ્વૈચ્છિક હેલ્મેટ પહેરી નીકળે અને હેલ્મેટ પહેરી હોય છતાં અકસ્માતે વાહન ચાલકનું મૃત્યુ થાય તો સરકાર ફરજિયાત પણે 15 લાખ રૂૂપિયા આપે એવી જોગવાઈ રાજ્ય સરકાર બનાવે.
