પૂર્વ TPO સાગઠિયા વિરુદ્ધ જાહેરહિતની અરજી દાખલ કરવાની મંજૂરી આપવા માંગ
પુર્વ ટી.પી.ઓ. એમ.ડી. સાગઠીયાના ફરજકાળ દરમ્યાન તેમના ધ્વારા અપાયેલા પ્લાનપાસ, બાંધકામ પરવાનગી તેમજ કમ્પ્લીશન સર્ટીફીકેટ તેમજ બી.યુ.પી. પ્રમાણપત્ર રદ કરી તેમજ ઈમ્પેકટમાં રજુ થયેલ તમામ બાંધકામ કાયદેસર કરેલા છે તેની તપાસ કરી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવા આરટીઆઇ એકટીવીસ્ટ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજુઆત કરાઇ છે.
રાજકોટ શહેર યુવા અગ્રણી મહેશભાઈ બુધવાણીએ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને તેમજ શહેરી વિકાસ મંત્રી તેમજ રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિ. કમિશ્નરને લેખિતમાં રજુઆત કરવામાં આવે છે કે ટી.આર.પી. ગેમ ઝોનના મુખ્ય સુત્રધાર પુર્વ ટી.પી.ઓ. ઘણા કેસમાં હાલમાં જેલવાસ ભૌગવી રહેલા એમ.ડી.સાગઠીયા જયારથી મહાનગરપાલિકામાં એ.ટી.પી.ઓ. કે ટી.પી.ઓ. તરીકે ફરજ બજાવતા હતા તે દરમ્યાન તેમના હસ્તક મંજુર થયેલ પ્લાન પાસ, બાંધકામ પરવાનગી, કમ્પ્લીશન સર્ટી. તેમજ બી.યુ.પી. પ્રમાણપત્રની વાદી મંગાવી તેની તપાસ કરી રદ કરવા કાયદેસરની કાર્યવાહી કરવા કારણ કે આ તમામને અપાયેલા બાંધકામ પરવાનગી, પ્લાન પાસ, કમ્પ્લીશન સર્ટીફીકેટ તેમજ બી.યુ.પી. પ્રમાણપત્ર આપેલા છે તેમજ ઈમ્પેકટમાં મંજુર કરેલ છે તે તમામ એકમ લાંચ વગર કરેલ નથી જે સરકારી તપાસનીસ એજન્સી ધ્વારા જાહેર થયેલ છે. જે તેઓના નામે છે. અન્ય બેનામી કે પોતાના સાસુ સસરા કે સગાવ્હાલાના નામે બેનામી ભ્રષ્ટાચાર ધ્વારા વસાવેલી છે તે યાદી બહાર આવેલ નથી. તેનો આંકડો ઘણો ઉંચો આવે તેમ છે જે જાહેર જનતા અને સરકારને આર્થિક નુકશાની છે.
ભ્રષ્ટાચારી એમ.ડી.સાગઠીયાની ફરજ દરમ્યાન તેમના ધ્વારા તેમની સહીથી મંજુર થયેલા તમામ પ્લાનપાસ, બાંધકામ પરવાનગી, કમ્પ્લીશન સર્ટીફીકટ તેમજ બીયુપી પ્રમાણપત્ર રદ કરવા કાર્યવાહી કરવામાં આવે તેમજ ઈમ્પેકટમાં મંજુર થયેલા તમામ બાંધકામ ગેરકાયદેસર જાહેર કરવામાં આવશે તો ભ્રષ્ટાચારનો સાચો આંકડો બહાર આવશે તેમજ ટેકનીકલતાનો લાભ લઈ સરકાર ધ્વારા રજુ થયેલ ઈમ્પેકટ ફીના કાયદા હેઠળ પણ ઘણા ગેરકાયદેસર બાંધકામ નાણા અને વગના જોરે કાયદેસર મંજુર ન થાય તેમ હોવા છતાં નાણા લઈ આર્થિક લાભ મેળવી જાહેર જનતા તેમજ સરકારને આર્થિક નુકશાન કરેલ છે. આમ, સરકારએ ગંભીર નોંધ લઈ એમ.ડી. સાગઠીયા સામે માનવવધ-માનવ અધિકાર તેમજ વીજીલન્સ તપાસ તેમજ ઘટતી તમામ સરકારી તપાસ સમિતિ બનાવી સાગઠીયા સામે તેમજ તેમની સાથે મદદગારીમાં જોડાયેલા હોય તે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા એમ.ડી. સાગઠીયા ધ્વારા મોટા માથાને હપ્તા કે નાણા ચુકવી પદને સલામત રાખવા ગેરકાયદેસર કામને કાયદેસર કરેલ હોય તે તમામ સામે કાર્યવાહી કરવા મહેશ બુધવાણી દ્વારા માંગ કરાઇ છે.