મેડિકલ-ડેન્ટલમાં છ રાઉન્ડ બાદ પણ સીટો નહીં ભરાતા મુદત વધારવા માગણી
મેડિકલ-ડેન્ટલમાં પ્રવેશ માટેની કાર્યવાહી પૂર્ણ થયા બાદ હાલમાં રાજયની દમણની ડેન્ટલ કોલેજની માત્ર 4 બેઠકો ખાલી પડી છે. સમગ્ર દેશમાં જુદા જુદા રાજયોમાં ડેન્ટલની 15થી વધારે બેઠકો ખાલી હોવાથી તેના માટે કેન્દ્ર સરકાર દ્વારા નવેસરથી વધારાના રાઉન્ડની જાહેરાત કરતાં સ્થાનિક પ્રવેશ સમિતિ દ્વારા પણ 4 બેઠકો માટે નવેસરથી પ્રક્રિયા શરૂૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
બિહાર, પશ્ચિમ બંગાળ સહિતના રાજયોમાં મેડિકલની બેઠકો પણ ખાલી હોવાથી સંચાલકો દ્વારા મુદત વધારવા માટે માંગણી કરવામાં આવી છે. મેડિકલ-ડેન્ટલની બેઠકો ભરવા માટે પહેલી વખત 6થી વધારે રાઉન્ડ કર્યા પછી પણ બેઠકો ખાલી પડી રહી છે. પ્રવેશ સમિતિએ છ રાઉન્ડ પુરા કર્યા બાદ મેડિકલની તમામ બેઠકો ભરાઇ ગઇ હતી પરંતુ ડેન્ટલની દમણની વૈદિક ડેન્ટલ કોલેજની 4 બેઠકો ખાલી પડી હતી. નિયમ પ્રમાણે આ બેઠકો ખાલી રહેવા દેવાની હતી. પ્રવેશ સમિતિના સૂત્રો કહે છે કે, પશ્ચિમ બંગાળ, બિહાર સહિતના કેટલાક રાજયોમાં ડેન્ટલ અને મેડિકલની બેઠકો પણ ખાલી પડી છે. સંચાલકોની રજૂઆત બાદ કેન્દ્ર સરકાર દ્વારા માત્ર ડેન્ટલ કોલેજોની ખાલી બેઠકો માટે વધારાનો રાઉન્ડ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ, કેન્દ્ર સરકારની જાહેરાત બાદ રાજયમાં દમણની એકમાત્ર ડેન્ટલ કોલેજમાં ખાલી પડેલી 4 બેઠકો માટે નવો રાઉન્ડ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
આ બેઠક પર પ્રવેશ માટે અગાઉ કોઇ બેઠક એલોટ થઇ નથી તેવા 68 વિદ્યાર્થીઓને તક આપવામાં આવશે. આવતીકાલ સુધી વિદ્યાર્થીઓને ચોઇસ આપવાની સૂચના બાદ 15મી ડિસેમ્બર પહેલા પ્રવેશની ફાળવણી કરી દેવામાં આવશે. આ બેઠક પર પ્રવેશ ઇચ્છતાં હોય તેમને પણ આવતીકાલ બપોરે 3-30 સુધીમાં ત્રણ લાખ રૂૂપિયાની ડિપોઝીટ જમા કરાવવાની રહેશે. જે વિદ્યાર્થીઓ આ રાઉન્ડમાં ડિપોઝીટ ભર્યા પછી પણ પ્રવેશ ક્ધફર્મ ન કરાવે તેમની રિફંડપાત્ર સિક્યોરિટી ડિપોઝીટ 3 લાખ રૂૂપિયા અને 10 હજાર ડિપોઝીટ જપ્ત કરવામાં આવશે તેવી તાકીદ પણ કરવામાં આવી છે. મહત્વની વાત એ કે, મેડિકલની ખાલી બેઠકો માટે પણ વધુ રાઉન્ડ કરવા સંચાલકોએ માંગણી કરી છે. જોકે, હજુસુધી આ અંગે કોઇ નિર્ણય કરવામાં આવ્યો નથી.