For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માણાવદર પંથકમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનું વળતર આપવા માંગણી કરાઈ

01:04 PM Aug 23, 2025 IST | Bhumika
માણાવદર પંથકમાં ભારે વરસાદથી થયેલી નુકસાનીનું વળતર આપવા માંગણી કરાઈ
Oplus_131072

માણાવદર નગરપાલિકાનાં સભ્ય ચંપાબેન પરમારે મામલતદારને પત્ર લખી જણાવેલ છે કે , તેઓ માણાવદર નગરપાલિકાનાં અનુ. જાતિ વિસ્તાર વોર્ડ ન 7 નાં સદસ્ય તરીકે ફરજ બજાવે છે તા. 20-8-2025 નાં રોજ સવાર થી બપોર સુધીનાં સમયમા થયેલ અતિવૃષ્ટી દરમ્યાન મામલતદાર, પ્રાંત અધીકારી અને માણાવદરનાં ધારસભ્ય અરવિંદભાઇ લાડાણી તથા નગરપાલિકાનાં સદસ્ય તથા માણાવદરનાં પોલીસ પીઆઇ પારગી તથા તેમની ટીમ તથા ડીઝાસ્ટર તથા હોમગાર્ડનાં કમાડીંગ ઓફીસર જે. વાય બેલીમ તથા તેમની ટીમ તથા પદાધિકારી દ્વારા લોક કલ્યાણ માટે બચાવ કામગીરી માટે જે ભગીરથ પ્રયત્નો કરવામા આવેલ છે તે બદલ આપ સર્વેનો અંત:કરણ પુર્વક આભાર માને છે.

Advertisement

વિશેષ જણાવવાનુ કે આ અતીવૃષ્ટી દરમ્યાન સમગ્ર શહેરનાં વિવિધ વિસ્તારોમા પાણી ફરી વરતા ઘણુ નુકસાન થયેલ છે પરંતુ અનુ. જાતિ વિસ્તાર વોર્ડ ન 7 નાં વાસ વિસ્તાર , વોર્ડ નં 7 નાં બાવાવાડી વિસ્તાર, વોર્ડ નં 4 ના વણકાર વાસ તેમજ વોર્ડ નં 3 નાં ખારા વિસ્તારમા ભારે નુકશાની થવા પામેલ છે અને અનુ. જાતિ સમાજનાં મજુરી કરતા આર્થીક રીતે ખુબજ નબળા વર્ગનાં લોકો વસવાટ કરતા હોય અતિવૃષ્ટીનાં મારનાં કારણે તેઓને દુકાળમા અધીક માસ અને પડયા માથે પાટુ જેવી પરિસ્થીતી આવેલ પડેલ છે અને અમો તથા વહીવટી તંત્ર દ્વારા આ બધા વિસ્તારમા રુબરુ મુલાકાત લઇ એનડીઆરએફની ટીમ મારફતે પણ રેસ્કયુની કામગીરી હાથ ધરવામા આવેલ હતી એટલે વાસ્તવિકતાનુ જાત નીરીક્ષણ કરેલ છે .

જેથી વિશેષ કોઇ પુર્વ ભુમીકા વિના જણાવ્યે તો ઉપરોકત તમામ અનુ. જાતિ વિસ્તારોનાં રહીસોને રહેણાક અને આ સિવાય ઘર વખરીનુ અને ઇલેકટ્રીક વસ્તુઓનુ ઘણુ બધુ આર્થીક નુકશાન થવા પામેલ હોય જેથી નુકશાનનાં કારણે તેઓનાં પરીવારોની આર્થીક અને સામાજીક સ્થીતી સામે કદી ના પુરી શકાય તેવો અવરોધ ઉભો થયેલ હોય આ સંજોગોમા સરકાર દ્વારા તેઓને શકય હોય એટલી વધારે સહાય આપવામા આવે તે અપેક્ષીત હોય તેની જરુર જણાય આ બાબતે રુબરુ સ્થળ નીરીક્ષણ કરી કરાવી સર્વેની કામગીરી હાથ ધરી વહેલી તકે યોગ્ય કાર્યવાહી થાય તે માટે આપની કક્ષાએથી ઘટીત કાર્યવાહી કરવા માંગ કરાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement