CM ઉપર હુમલા મામલે દિલ્હી પોલીસ રાજકોટમાં, મહિલા સહિત 6ની પૂછપરછ
હુમલાખોર રાજેશને રૂપિયા ટ્રાન્સફર કરનાર તેના મિત્ર અને મોબાઇલમાં સંર્પકમાં રહેલા મહિલા સહિતના 6 શખ્સોને પોલીસે ઉઠાવી લીધા
SOG, ક્રાઇમ બ્રાંચની ટીમને સાથે રાખી દિલ્હી પોલીસ દ્વારા અલગ અલગ સ્થળે દરોડા
દિલ્હીનાં મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલામા રાજકોટનાં રાજેશ સાકરીયાની દિલ્હી પોલીસે ધરપકડ કર્યા બાદ તેના પાંચ દિવસનાં રીમાન્ડ મેળવી તેની વિશેષ પુછપરછ શરૂ કરી છે. આ ઘટના બાદ દિલ્હી પોલીસની ટીમ તપાસ અર્થે રાજકોટ આવી પહોંચી હતી .
ગઇકાલે મોડી રાત્રે રાજકોટ આવેલી દિલ્હી પોલીસે એક મહીલા સહીત 6 શખસોને ઉઠાવી લીધા છે. અને આ તમામની એસઓજી કચેરી ખાતે સઘન પુછપરછ હાથ ધરવામા આવી છે દિલ્હી પોલીસની તપાસમા મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર હુમલો કરનાર રાજેશ સાકરીયાને સંપર્કમા રહેલ એક મહીલા સહીત છ શખસોની આ હુમલા મામલે કોઇ સંડોવણી છે કે કેમ ?
તે મામલે હાલ તપાસ શરૂ કરવામા આવી છે . જેની પુછપરછ કરવામા આવી રહી છે તેમાનો એક શખસ રાજેશને દિલ્હી ગયા બાદ ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા . જયારે મહીલા સહીત અન્ય છ શખસો તેની સાથે મોબાઇલમા સંપર્કમા રહયા હોય જે મામલે તેમની પુછપરછ કરવામા આવી રહી છે.
દિલ્હીમા રખડતા શ્ર્વાનને સેલ્ટર હોમમા મોકલવાનાં આદેશને પગલે રાજકોટનાં કોઠારીયા રોડ પર ગોકુલ પાર્ક શેરી નં ર મા રહેતા પશુ પ્રેમી રાજેશ સાકરીયા વ્યથીત બન્યો હતો. અને દિલ્હી ખાતે મુખ્યમંત્રીનાં નિવાસ સ્થાને યોજાયેલા જાહેર સુનવણી કાર્યક્રમ દરમ્યાન ત્યા જઇ રાજેશે મુખ્યમંત્રી રેખા ગુપ્તાને જાહેરમા તમાચા ઝીકી દઇ હુમલો કર્યો હતો જે મામલે રાજેશ વિરુધ્ધ હત્યાની કોશીષનો ગુનો નોંધાયો હતો .
આ અંગેની તપાસ દિલ્હી પોલીસ ચલાવી રહી હોય અને રાજેશ સાથે મોબાઇલમા સંપર્કમા આવેલા લોકો અંગેની માહીતી મેળવ્યા બાદ દિલ્હી પોલીસની એક ટીમ ગઇકાલે મોડી રાત્રે રાજકોટ આવી પહોંચી હતી.
કોઠારીયા રોડ વિસ્તારમા રહેતી એક મહીલા સહીત 3 રીક્ષા ચાલક ઉપરાંત અન્ય 3 એમ કુલ 6 શકમંદોને ઉઠાવી લીધા હતા . પકડાયેલ આ અડધો ડઝન શકમંદોમાથી એક જે રાજેશનો મિત્ર છે . કે તેણે રાજેશને દિલ્હી ખાતે ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા.
જયારે અન્ય શકમંદોમા મહીલા સહીત તેનાં મિત્રોએ આ હુમલાની ઘટના બાદ ફોન પર રાજેશ સાથે ફોન પર વાતચીત કરી હતી જેની ફોન ડીટેલનાં આધારે દિલ્હી પોલીસે આ તપાસ રાજકોટ સુધી લંબાવી છે . પાંચ દિવસનાં રીમાન્ડ પર રહેલા રાજેશ સાકરીયાને પણ આગામી દિવસોમા રાજકોટ લાવવામા આવશે તેવુ દિલ્હી પોલીસનાં સુત્રો જણાવી રહયા છે દિલ્હી પોલીસે મહીલા સહીત 6 શખસોનાં નીવેદન પણ લીધા છે.