For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણ

12:51 PM Nov 21, 2024 IST | Bhumika
યાત્રાધામ ચોટીલામાં તંત્રના પાપે દિલ્હી જેવું પ્રદૂષણ
Advertisement

મુખ્ય રોડ ઉપર વાહનોની અવર જવરને કારણે ધૂળની ઉડતી ડમરીથી વેપારીઓ પરેશાન: તંત્ર યોગ્ય પગલાં નહીં ભરે તો ટૂંક સમયમાં આંદોલનની ચીમકી

ચોટીલા શહેરની મધ્યમાંથી પસાર થતા સારી ક્ધડીશન વાળા રોડ ને તોડી રિપેરીંગ ની ગ્રાન્ટ ના નાણા લોટ પાણી લાકડા જેવું કામ પાછળ વેડફી શહેરનાં લોકોને બાનમાં રાખવા જેવો તાશેરો કરતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

Advertisement

હાઇવે કનૈયા ચોકડી થી જલારામ મંદિર તરફ જતા મુખ્ય સારા ગુણવત્તા વાળા રોડ ને તોડી નાખ્યો અને લોખંડનાં સળીયા અને ઊંડાઇ વાળા મજબુતાઇ વાળા રોડ નાં સ્થાને હલકી કક્ષાનાં સિમેન્ટ મટીરીયલ્સ વાળો હલકી કક્ષાનો રોડ બનાવતા મુખ્ય રોડ ઉપરનાં ધંધાર્થીઓ માટે કાયમી માથાનો દુખાવા સમાન પ્રશ્ર્ન બનેલ છે.
મહિનાઓ પહેલા કોન્ટ્રાક્ટરે કરેલા નબળા કામને કારણે એક જ ચોમાસું જતા રોડ ક્યાં છે તે શોધવો પડે તેવી સ્થિતિ સર્જાઈ છે અને સિમેન્ટ ગાયબ થતા પડેલા ગાબડા પુરવા કવાયત કરવી પડેલ હલકી સિમેન્ટ અને નબળા કામ પાછળ ખુલ્લો ભ્રષ્ટાચાર હોવાની પણ ચર્ચા ઉઠી છે આ રોડ ઉપર કાયમ દિલ્હી જેવું પ્રદૂષણનું ઝેર ઓકતું વાતાવરણ રહે છે. 24 કંલાક ઉડતી ધુળ ની ડમરીઓ થી વેપારીઓ હેરાન પરેશાન થઈ ગયા છે. અને તંત્ર વાહકો ની ઢાક પીછોડ ની રાજનીતિ નો ભોગ વેપારીઓનાં ધંધા રોજગાર ઉપર પડે છે.

સારો ગુણવત્તા વાળા રોડ ને તોડી નાખવાની જરૂૂરીયાત હોવાનો કોઇ ઉચ્ચ અધિકારી કે એન્જિનિયર નો અભિપ્રાય હતો કે કેમ? સરકારની લાખો રૂૂપિયાની ગ્રાન્ટ સારા રોડ ને તોડી તેના ઉપર કહેવાતા નબળા રોડમાં ગેરવલ્લે ખર્ચાઇ હોવાનું લોકો બુમ બરાડા નાખી રહ્યા છે. નબળા રોડ અને ધુળની ડમરીઓનાં ત્રાસ થી અનેક લોકો એ કાચનાં દરવાજાનાં ખર્ચો કરવાની ફરજ પડેલ છે અને રોડ ઉપર ક્ષમતા કરતા વધુ ખનીજ ભરેલા અનેક ઓવરલોડીંગ વાહનો પસાર થયા છે. અને નબળા રહી રોડનાં ઉખડી ગયેલા કપચાઓ ઉડાડી દુકાનના કાચ તોડી નાખવામાં આવ્યા છે. ખુલ્લે આમ આ રોડનાં નબળા કામમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવું સર્વને ઉડીને આંખે દેખાય છે. તાલુકાનાં એસી ચેમ્બરમાં બેસનારા અધિકારીઓ અને આગેવાનો અહીં થઈ પસાર થાય છે. લોકો છેલ્લા ઘણા સમય થી આ દોઝખને સહન કરે છે. પણ તંત્ર જાણે નિંભર બની ગયું હોય તેમ અનુભવાય છે.

ત્યારે સરકારમાં બેસેલા પગલા ભરે તેવી લોક માંગ છે આગામી ચૂંટણીમાં પણ મોટી અસર થશે તેવું જણાય છે!
આ મુખ્ય રોડ અંગે તંત્ર દ્વારા વહેલી તકે ઘટતું નહી કરાય તો ડમરી રાજ થી ત્રસ્ત થયેલા સ્થાનિક વેપારીઓ ના છુટકે આંદોલન જેવા રસ્તા અપનાવી તંત્રના કાન આમળવાની ફરજ પડશે તેવું ધંધાર્થીઓ જણાવે છે.
ચૂટણી સમયે વેપારીઓનાં મત મેળવવા દોડધામ અને ડાહી વાત કરનાર આગેવાનો આ રોડનાં મુદ્દે વેપારીઓની લાચાર વેદના સમજે અને વહેલી તકે નિવારણ કરવાની નૈતિકતા દાખવે તેવી માંગ ઉઠી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement