રાજકોટમાં હવામાન ખરાબ હોવાથી દિલ્હી એર ઈન્ડિયાની ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરાઈ
પાયલોટે હિરાસર એરપોર્ટ ઉપર ત્રણ ચક્કર લગાવ્યા છતાં ઉતરાણ શકય ન બનતા અંતે ફલાઈટ અમદાવાદ લઈ જવાઈ
હીરાસર ઈન્ટરનેશનલ એરપોર્ટે પર વરસાદના કારણે હવામાન ખરાબ હોવાહી દિલ્હીથી રાજકોટ આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ અમદાવાદ ડાયવર્ટ કરવમાં આવી હતી. રાજકોટ હીરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર સોમવારે રાત્રીના 8:30 વાગ્યે દિલ્હીથી આવતી એર ઈન્ડિયાની ફ્લાઈટને ખરાબ હવામાનના કારણે લેન્ડ થઇ શકી ન હતી પાયલોટે હવામાં ત્રણ ચક્કર લગાવ્યા પણ લેન્ડિંગ માટે અનૂકુળ ન આવ્યુ અંતે ફ્લાઈટ અમદાવાદ ડાયવર્ટ કરવામાં આવી હતી.
સોમવારે સાંજના સમયે દિલ્હી થી રાજકોટ આવતી એરઇન્ડિયા ની ફ્લાઈટ હીરાસર એરપોર્ટ ઉપર ઉતરાણના પ્રયાસ કર્યો પણ સફળતા ન મળી એરપોર્ટ આસપાસ વરસાદના કારણે ફ્લાઈટના શેડયુલમાં અસર થઈ હતી.
જેમાં એર ઇન્ડિયાની સાંજે 8:30 વાગ્યે દિલ્હીથી રાજકોટ આવતી ફ્લાઈટને ખરાબ હવામાનની અસર થઈ હતી. પાયલોટ દ્વારા રાજકોટ હીરાસર એરપોર્ટ પર લેન્ડિંગ માટે અનૂકુળ વાતાવરણ ન મળતા અને રન-વે પર સ્લીપરી માહોલ લાગતા ફ્લાઈટને લેન્ડિંગ કરાવ્યુ ન હતું. પાયલોટે હવામાં ત્રણ ચક્કર લગાવી આખરે ફ્લાઈટને અમદાવાદ એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યાર બાદ હીરાસર એરપોર્ટે વાતાવરણ સરખુ થયા બાદ ફરી ફ્લાઇટને લેન્ડિંગ કરાવવામાં આવી હતી. દિલ્હી થી રાજકોટ આવેલી એર ઇન્ડિયાની આ ફ્લાઈટમાં 100થી વધુ પેસેન્જર હતા ખરાબ હવામાનના કારણે તેમના પણ શેડયુલ ખોરવાયા હોવાનું જાણવા મળ્યુ છે.