રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

દિલ્હીના આંદોલનનો ગુજરાતમાં રેલો, 16મીએ રસ્તા રોકવાની સ્થાનિક ખેડૂત સંગઠનોની જાહેરાત

01:40 PM Feb 12, 2024 IST | Bhumika
Advertisement

ખેડૂતો હવે પોતાની માંગ પૂરી કરાવવા માટે સરકાર સામે આર-પારની લડાઈના મૂડમાં છે. સંયુક્ત કિસાન મોરચા અને કિસાન મજદૂર મોરચા સહિત 26 ખેડૂત સંગઠનોએ 13 ફેબ્રુઆરીના રોજ દિલ્હી કૂચ કરવાના એલાન બાદ હવે 16 ફેબ્રુઆરીએ ભારત બંધનું એલાન કર્યું છે. ગુજરાતમાં પણ ખેડૂતોનો વિરોધ જોવા મળી રહ્યો છે. ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતું ગુજરાતમાં જ દેખાવો કરીને વિરોધ દર્શાવશે.

Advertisement

આવતીકાલે 13 ફેબ્રુઆરીએ દેશભરના ખેડૂતોએ 20 હજાર ટ્રેક્ટર સાથે સંસદ ઘેરવાનું આયોજન કર્યું છે. ત્યારે ગુજરાતમાં પણ આ આંદોલનનો સળવળાટ જોવા મળ્યો છે. સંયુક્ત કિસાન મોરચાના આદેશને પગલે ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતુ ગુજરાતમાં જ વિવિધ સ્થળોએ રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ પ્રદર્શન કરશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ખેડૂતો દિલ્હી નહિ જાય, પરંતું વિવિધ પડતર માંગણીઓને લઈને રસ્તા પર નીકળશે. સંયુક્ત કિસાન મોરચાએ દિલ્હી આસપાસના રાજ્યોના ખેડૂતોને સંસદ માર્ચમાં ભાગ લેવા અપીલ કરી છે.
ખેડૂત નેતા ડાહ્યાભાઈ પટેલે માહિતી આપી કે, 16 ફેબ્રુઆરીએ જિલ્લા તાલુકા મથકોએ ખેડૂતો રસ્તા રોકો આંદોલન કરશે. આ રીતે ખેડૂતો પોતાનો વિરોધ વ્યક્ત કરશે. ખેડૂતો સાથે કેન્દ્ર સરકારે અન્યાય કર્યો છે. તેથી આ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ખેડૂતોને સાથ આપવા માટે નાના કારખાનાથી લઈને ઉદ્યોગોએ એક દિવસ બંધ પાળવા નક્કી કર્યું છે. આ ઉપરાંત ગામડાઓમાં પણ બંધનુ એલાન અપાયુંં છે.

Tags :
Farmersgujaratgujarat news
Advertisement
Next Article
Advertisement