For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રાજકોટ-ભુજ વચ્ચે બંધ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ફરીથી દોડાવવા નિર્ણય

03:54 PM Jul 26, 2025 IST | Bhumika
રાજકોટ ભુજ વચ્ચે બંધ કરાયેલી સ્પેશિયલ ટ્રેન ફરીથી દોડાવવા નિર્ણય

બુકિંગનો પ્રારંભ: મંગળવાર, ગુરૂવાર અને શનિવારે રાત્રે રાજકોટથી ઉપડશે

Advertisement

કચ્છ જિલ્લો ભુકંપ બાદ ફરીથી બમણી ગતિએ ઉભો થયો છે. ઉદ્યોગ અને પ્રવાસન ક્ષેત્રે હરણફાળ ભરી છે ત્યારે સૌરાષ્ટ્રના પ્રવાસીઓ અને ઉદ્યોગપતિઓ કચ્છની મુલાકાત લઇ રહ્યા છે. તેમની સુવિધા અને માંગને ધ્યાનમાં રાખી રાજકોટ ભુજ વચ્ચે માર્ચ-જુનમાં શરૂ કરેલી ખાસ ટ્રેન બંધ કરવામાં આવી હતી તેને ફરીભી સમય મર્યાદામાં અઠવાડીયામાં ત્રણ દિવસ દોડાવવા નકકી કરવામાં આવ્યું છે. જે 54 જેટલા ફેરા કરશે.
ટ્રેન નંબર 09545 રાજકોટ-ભુજ સ્પેશિયલ 29 જુલાઈ, 2025 થી 27 સપ્ટેમ્બર, 2025 સુધી રાજકોટથી દર મંગળવાર, ગુરુવાર અને શનિવારે રાત્રે 22.30 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.00 વાગ્યે ભુજ પહોંચશે. તેવી જ રીતે, રિટર્નમાં ટ્રેન નંબર 09546 ભુજ-રાજકોટ સ્પેશિયલ 30 જુલાઈ, 2025 થી 28 સપ્ટેમ્બર, 2025 સુધી ભુજથી દર બુધવાર, શુક્રવાર અને રવિવારે રાત્રે 23.15 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 05.50 વાગ્યે રાજકોટ પહોંચશે.

આ ટ્રેન માર્ગમાં બંને દિશામાં મોરબી, દહિંસરા, માળિયા-મિયાણા, સામખિયાળી, ભચાઉ, ગાંધીધામ, આદિપુર અને અંજાર સ્ટેશનો પર ઊભી રહેશે. આ ટ્રેનમાં એસી 2 ટિયર, એસી 3 ટિયર, સ્લીપર અને સામાન્ય શ્રેણીના કોચ ઉપલબ્ધ રહેશે. ટ્રેન નંબર 09546/09545 માટેનું બુકિંગ 26 જુલાઈ, 2025 થી તમામ પીઆરએસ કાઉન્ટર અને આઈઆરસીટીસી (ઈંછઈઝઈ) વેબસાઈટ પર શરૂૂ થશે. ટ્રેનોના સંચાલન સમય, સ્ટોપેજ અને કોચની વિગતવાર માહિતી માટે મુસાફરો ૂૂૂ.યક્ષિીશિુ.શક્ષમશફક્ષફિશહ.લજ્ઞદ.શક્ષ ની મુલાકાત લઈ શકે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement