28 ગ્રાન્ટેડ લો કોલેજના સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવા નિર્ણય
04:13 PM Jul 18, 2025 IST
|
Bhumika
Advertisement
ગુજરાત હાઈકોર્ટના હસ્તક્ષેપ બાદ બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયા દ્વારા 28 ગ્રાન્ટેડ લો કોલેજોના LLB સ્નાતકોને પ્રોવિઝનલ સનદ આપવાનો નિર્ણય લેવાયો છે.
Advertisement
આ કોલેજો દ્વારા BCIને નિયમિત ફી ન ચૂકવવાને કારણે વિદ્યાર્થીઓને પ્રોવિઝનલ સનદ મળતી ન હતી, જેના કારણે તેઓ ઓલ ઈન્ડિયા બાર એક્ઝામિનેશનમાં ભાગ લઈ શકતા ન હતા. આ સમસ્યાએ લગભગ 4500થી વધુ વિદ્યાર્થીઓનું ભવિષ્ય અંધકારમાં મૂક્યું હતું.
ગુજરાત હાઈકોર્ટે આ મામલે દખલ કરી હતી. સમગ્ર મામલે BCIને પ્રોવિઝનલ સનદ આપવા આદેશ આપ્યો, જેથી વિદ્યાર્થીઓ અઈંઇઊ-2024માં ભાગ લઈ શકે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે આ નિર્ણય રાજ્યની વિશેષ પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને લેવાયો છે અને તેને નજીર તરીકે ન ગણવું.
આ ચુકાદાથી હજારો વિદ્યાર્થીઓને વકીલાતની પ્રેક્ટિસ શરૂૂ કરવાની તક મળશે.
Next Article
Advertisement